Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Parenting Tips : બાળકની ત્વચા પરથી વાળ દૂર કરવા માટે આ કુદરતી અસરકારક રીતોને અનુસરો

Parenting Tips : બાળકની ત્વચા પરથી વાળ દૂર કરવા માટે આ કુદરતી અસરકારક રીતોને અનુસરો
, રવિવાર, 26 ડિસેમ્બર 2021 (17:51 IST)
બાળકોના વાળ દૂર કરવાના ઘરેલું ઉપાયઃ ઘણીવાર કેટલાક નવજાત શિશુના જન્મના સમયથી જ તેમના શરીર પર ઘણા બધા વાળ હોય છે. જે ક્યારેક સારું લાગતું નથી. જો કે બાળકના શરીર પર વાળ હોવા સામાન્ય બાબત છે, પરંતુ કેટલીકવાર આ વાળ ખૂબ લાંબા અને જાડા હોય છે. રાહતની વાત એ છે કે નવજાત શિશુના શરીર પરના આ વાળ ખૂબ જ કોમળ હોય છે, જેને કેટલાક કુદરતી ઉપાયો અપનાવીને સરળતાથી દૂર કરી શકાય છે. ચાલો જાણીએ બાળકના શરીર પરથી વાળ દૂર કરવાની કેટલીક સલામત, અસરકારક અને કુદરતી રીતો વિશે.
 
બાળકના શરીરમાંથી વાળ દૂર કરવાની  રીતો-
ઘઉંના લોટનો ઉપયોગ
નાના બાળકોના શરીર પરથી કુદરતી રીતે વાળ દૂર કરવા માટે ઘઉંના લોટનો ઉપયોગ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ માટે પાણીમાં હળદર પાવડર અને બદામનું તેલ મિક્સ કરો અને ઘઉંના લોટમાં નરમ લોટ બાંધો. હવે આ લોટને રુવાંટીવાળા ભાગો પર હળવા હાથે ઘસો. લોટ ભેળતી વખતે વાળ પણ સરળતાથી બહાર આવશે.
 
દૂધ અને હળદર
હળદર પાવડર અને દૂધની ઘટ્ટ પેસ્ટ તૈયાર કરો અને તેને બાળકના શરીર પર જ્યાં વાળ વધુ હોય ત્યાં લગાવો. બાળકની માલિશ કર્યા પછી તમે હંમેશા આ પેસ્ટનો ઉપયોગ કરી શકો છો. જ્યારે આ પેસ્ટ સુકાઈ જાય, ત્યારે તેને હળવા હાથે ઘસો અને તેને ભીના સોફ્ટ કોટન કપડાથી કાઢી લો. પછી બાળકને નવડાવો
 
બોડી સ્ક્રબ -
બાળકના શરીરમાંથી વાળ દૂર કરવા માટે ઉબટાનનો ઉપયોગ કરો. ઉબટાન બનાવવા માટે તેમાં ચણાનો લોટ, હળદર પાવડર અને દૂધ મિક્સ કરીને તૈયાર કરો. આ ઉબટાનને બાળકના શરીર પર લગાવો. તમે દૂધની જગ્યાએ દહીંનો પણ ઉપયોગ કરી શકો છો. આ ઉબટાનનો ઉપયોગ કરવાથી બાળકની ત્વચા કોમળ બને છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આરોગ્ય સલાહ - પુરુષોની મર્દાનગી છીનવી રહ્યું છે કોરોના