Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શું તમારો બાળક પણ યાદ કરેલી વાતો જલ્દી ભૂલી જાય છે તો જાણો બાળકની યાદશક્તિ વધારવાના ટીપ્સ

શું તમારો બાળક પણ યાદ કરેલી વાતો  જલ્દી ભૂલી જાય છે તો જાણો બાળકની યાદશક્તિ વધારવાના ટીપ્સ
, સોમવાર, 21 જૂન 2021 (17:22 IST)
તમે કેટલાક એવા બાળકોને જોયુ હશે તે દર વસ્તુ તરત યાદ કરી લે છે. કોઈ પણ વાત હોય તે તેને ભૂલતા નથી. પેરેંટસ અને શિક્ષકોની જણાવેલ કોઈ પણ વાત હોય તે જલ્દી શીખી લે છે. તેમજ બીજા કેટલાક બાળક એવા પણ હોય છે જે થોફા જ કલાક પહેલા જણાવેલ વાતને પણ ઠીકથી યાદ નથી રાખી શકે છે. જો  ખૂબ સમય લગાવીને કોઈ વસ્તુ યાદ કરી હોય કે શીખી હોય કે કોઈ વાત યાદ કરી હોય તો તે તેને જલ્દી ભૂલી જ જાય છે. આવુ તો શું અંતર છે તે બાળકો અને તમારા બાળકમાં? આવો જાણીએ કેટલાક સરળ ટીપ્સ જે તમારા બાળકની યાદશક્તિ વધારવામાં મદદ કરશે. 

1. બાળકને વ્યાયામની ટેવ નાખવી. વ્યાયામ કરવાથી ન માત્ર બાળકનો શરીર ફિટ રહે છે પણ મગજમાં ઑક્સીજનની સપ્લાઈ પણ સારી રીતે હોય છે. જે બાળકના મગજને શાર્પ કરે છે. 
2. બાળકને તનાવરહિત રહેવાની ટેવ નાખવી.  તનાવ વગર મગજ તીવ્રતાથી કામ કરે છે.  
3. બાળકોને 8-9 કલાકની ઉંઘ દરરોજ લેવી જોઈ. ઉંઘ પૂરી થતા બાળક કોઈ પણ કામમાં ધ્યાન સારી રીતે લગાવી શકે છે.
4. જરૂરી ચીજો લખી લો. લખવાથી ચીજો યાદ રાખવામાં સરળ હોય છે અને પોતે લખેલી ચીજો લાંબા સમય સુધી યાદ રહે છે. 
5. ઘણી વાર બાળક જે ચીકો વાંચીને યાદ નહી કરી શકતા, તે ચીજો તેને જોઈને યાદ થઈ જાય છે. જેમ ફોટોગ્રાફ, ચાર્ટ, ટેબલ વગેરે. જો બાળકને કોઈ વસ્તુ યાદ નથી થઈ રહી હોય તો તેને માઈંડમાં જ તેની કોઈ ઈમેજ બનાવીને તે વસ્તુને યાદ કરવા માતે કહેવું. 
6. બાળક જે યાદ કરવા ઈચ્છે છે તેને જોર-જોરથી વાંચી કે બોલીને યાદ કરવાથી પણ તેને તે ચીજ જલ્દી યાદ થશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Weight Loss Yogasana : વજન ઘટાડવા દરરોજ 10 મિનિટ કરવુ આ 5 યોગાસન