Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શુ તમારુ બાળક દૂધ નથી પીતુ.. તો અપનાવો આ મજેદાર ઉપાયો..

શુ તમારુ બાળક દૂધ નથી પીતુ.. તો અપનાવો આ મજેદાર ઉપાયો..
, ગુરુવાર, 30 જૂન 2016 (15:21 IST)
બાળકને દૂધ પીવુ ખૂબ જરૂરી છે કારણ કે તેમા કેલ્શિયમ હોય છે. જેનાથી તેના હાડકા મજબૂત થાય છે. પેરેંટ્સ માટે સૌથી મોટી મુશ્કેલી એ છે કે બાળકો દૂધ પીવામાં આનાકાની કરે છે. તેમની આ જ વાત હોય છે કે    દૂધ પીવુ ટેસ્ટી નથી લાગતુ. બાળકોને દૂધ પીવડાવવા માટે માતાઓ ઘણી મહેનત કરવી પડે છે પણ હવે તમારે ચિંતા કરવાની કોઈ વાત નથી.  કારણ કે દરેક બાળક આવુ જ કરે છે. તેથી આજે અમે તમને કેટલાક એવા ઉપાયો બતાવીશુ જેનાથી તમારુ બાળક દૂધ પીવામાં ક્યારેય ના નહી પાડે. 
 
1. ફ્લેવર્ડ મિલ્ક - કોઈ બાળકને દૂધ એટલા માટે નથી ભાવતુ કે સિંપલ દૂધ સ્વાદમાં સારુ નથી લાગતુ. તેથી માતાને સલાહ આપવામાં આવે છે કે તેઓ બાળકોને મનપસંદ ચોકલેટ કે સ્ટ્રોબેરી ફ્લેવરવાળુ દૂધ પીવડાવે. 
 
2. સુંદર અને સ્ટાઈલિશ ગ્લાસ - જ્યારે તમારુ બાળક દૂધ પીવાની ના પાડે તો તેને સુંદર અને ડિઝાઈનર ગ્લાસમાં દૂધ આપવુ શરૂ કરી દો. તેનાથી ગ્લાસની સુંદરતાને જોઈને તે દૂધ પર ધ્યાન નહી આપે અને દૂધ પી લેશે. 
 
3. મિલ્ક શેક - બાળકોને ફળો સાથે મિક્સ કરીને શેક બનાવી આપો. એ વધુ સારુ રહેશે કે તમે બાળકોના શેક માં તેમના પસંદગીના ફળ મિક્સ કરીને આપો. આવુ કરવાથી બાળકો પ્રેમથી દૂધ પીશે. 
 
4. દૂધ પીવડાવતી વખતે વઢશો નહી - આપણે ઘણીવાર વિચારીએ છીએ કે આપણે એવુ શુ કરીએ જેનાથી તમારુ બાળક સારી રીતે દૂધ પીવા માંડે. તેને રમત રમતમાં દૂધ પીવડાવવાનો પ્રયત્ન કરો. દૂધ પીવડાવતી વખતે લઢસો નહી.. નહી તો એ બિલકુલ દૂધ નહી પીએ. 
 
5. નાસ્તા પહેલા આપો દૂધ  - હંમેશ યાદ રાખો કે જ્યારે પણ બાળકોને ભૂખ હોય તો તેમને નાસ્તો આપતા પહેલા દૂધ આપો. આવુ કરવાથી તે દૂધ પી લેશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વરસાદની પરેશાનીઓથી બચાવે આ 5 ઉપાય