Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બાળકની નજર ઉતારવાનો સચોટ પ્રયોગ

બાળકની નજર ઉતારવાનો સચોટ પ્રયોગ
, ગુરુવાર, 30 સપ્ટેમ્બર 2021 (08:58 IST)
વેબદુનિયા - અનેક ભારતીય સમૂદાયોમાં મેલીવિદ્યા પ્રત્યે જબરદસ્ત વિશ્વાસ છે. તેઓનું માનવુ છે કે, કોઈપણ વ્યક્તિ ઉપર મેલી નજરની આડઅસર થઈ શકે છે. આવી પરિસ્થીતીમાં ભોગ બનનારાને અણધારી મુસીબતોનો સામનો કરવો પડે છે. ઘરમાં અચાનક કોઈ બિમાર પડે અથવા તેને બેચેનીનો અહેસાસ થતો હોય તેવા સંજોગોમાં ઘરડાઓ તેને નજર લાગી હોવાનું જણાવતા હોય છે અને નજર ઉતારવાનાં કિમીયા કરતા હોય છે. આ બાબત આપણે પણ ચોક્કસ અનુભવી હશે..પરંતુ, સાત્વિક રીતે નજર ઉતારવાની એક તરકીબ અત્રે પ્રસ્તુત કરી છે. જેમાં ભગવતી ગાયત્રી માતાની સાધના કરીને મંત્ર સિધ્ધ કર્યા બાદ મોરનાં પીંછાને વ્યક્તિનાં શરીર ઉપર ફરાવવાથી તેને લાગેલી નજર ઉતરી જશે. નજર ઉતારવાનો મંત્ર નીચે મુજબ છે..
 
ॐ नमो सत्य नाम आदेशगुरु को, ॐ नमो नजर जहां पर पीर न जानी, बोले छल सो अमरत बानी, कहो नजर कहां ते आई, यहां की ठौर तोहि कौन बताई, कौन जात तेरा कहां ठाम, किसकी बेटी कह तेरो नाम, कहां से उड़ी कहां को जाय, अब ही बस कर ले तेरी माया, मेरी बात सुनो चित लाए, जैसी होय सुनाऊं आय, तेलिन तमोलिन चुहड़ी चमारी, कायस्थनी खतरानी कुम्हारी, महतरानी राजा की रानी, जाको दोष ताहि को सिर पड़े, जहार पीर नजर से रक्षा करे, मेरी भक्ति गुरु की शक्ति
फुरो मंत्र ईश्वरो वाचा।
 
ઉપરોક્ત મંત્રનો જાપ કર્યા બાદ મોરપીચ્છને બાળકનાં માથાનાં વાળથી પગનાં નખ સુધી ફરાવવામાં આવે તો તેને લાગેલી નજર ઉતરી જશે અને તે પુનઃ સ્વસ્થ થઈ જશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Abnormal Periods- સાવધાન એબ્નાર્મલ પીરીયડ્સના કારણ થઈ શકે છે આ 3 રોગ