Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચાઈલ્ડ કેર - બાળકોના ડાયપર બદલતી વખતે હંમેશા આ વાતનુ ધ્યાન રાખો

ચાઈલ્ડ કેર - બાળકોના ડાયપર બદલતી વખતે હંમેશા આ વાતનુ ધ્યાન રાખો
, બુધવાર, 4 જાન્યુઆરી 2017 (14:57 IST)
નાના બાળકો દ્વારા વારેઘડીએ ભીનુ કરવા પર માતા પિતા ડાયપરનો ઉપયોગ કરે છે. ડાયપર બદલતી વખતે કેટલીક સાવધાનીઓ રાખવી ખૂબ જરૂરી છે. કારણ કે નાના બાળકો ખૂબ જ સંવેદનશીલ હોય છે અને તેમને ઈંફેક્શન થવાનો ખતરો પણ વધુ હોય છે. આવો જાણીએ ડાયપર બદલતી વખતે કંઈ કંઈ સાવધાનિયો તમારે રાખવી જોઈએ. 
 

1. બાળકનુ ડાયપર બદલતી વખતે તેમને હંમેશા સ્વચ્છ સ્થાન પર સૂવડાવો 
2. બાળક સાથે જોડાયેલ બધી જરૂરી સામગ્રી સાથે લઈને બેસો જેથી તમારે વચ્ચે જ બાળકને છોડીને આમતેમ ભાગવુ ન પડે 
3. ગંદા ડાયપર કાઢ્યા પછી બાળકને 10 થી 15 મિનિટ માટે આમ જ રહેવા દો જેથી તેનુ શરીર સંપૂર્ણ રીતે સૂકાય જાય 
4. બાળકને કૉટનના કપડા કે પછી રૂ અને પાણીની મદદથી ભીનાશવાળા ભાગને સારી રીતે સાફ કરો. 
5. ડાયપર બદલતી વખતે તમારા બાળકને રમવા માટે રમકડા આપો કે પછી તેનુ ધ્યાન બીજી તરફ લગાવો. 
6. સફેદ અને લાઈટ રંગનુ જ ડાયપર વાપરો કારણ કે રંગીન ડાયપર બાળક માટે નુકશાનદાયક હોઈ શકે છે. 
7. ડાયપરને ઢીલુ કરીને બાંધો જેથી પાછળથી બાળકના શરીર પર નિશાન ન બને. આ ઉપરાંત ડાયપર બદલતી વખતે તમારો એક હાથ બાળકના પેટ પર રાખો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મુટ્ઠીભર ચણા ખાવાના ફાયદા જાણો છો તમે