Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચાઈલ્ડ કેર - બાળકો પર ન નાખશો અભ્યાસનું દબાણ

ચાઈલ્ડ કેર - બાળકો પર ન નાખશો અભ્યાસનું દબાણ
, બુધવાર, 17 ફેબ્રુઆરી 2016 (14:10 IST)
મોટાભાગે માતાપિતા પોતાના બાળકો પર અભ્યાસનું દબાણ નાખતા રહે ચ હે. જેના કારણે બાળકો અભ્યાસથી દૂર ભાગતા રહે છે અને જીદ્દી બની જાય છે. બાળકો પર અભ્યાસનો દબાવ નાખીને તમે બળજબરીપૂર્વક તેમને ભણાવી નથી શકતા. પણ જો તમે પ્રેમથી બાળકોની સમજાવશો તો તેઓ  કોઈપણ પ્રકારની આનાકાની વગર અભ્યાસ પર ધ્યાન આપવા માંડશે. દબાણ નાખવાથી બાળકો પર ખૂબ ખરાબ અસર પડે છે. આવો જાણીએ આનાથી થનારા નુકશાન વિશે .... 
 
તણાવ - બાળકો પર અભ્યાસનુ દબાણ નાખવાથી તેમનામા તણાવની શક્યતા વધી જાય છે.  તણાવને કારણે અનેકવાર તેઓ એવા નિર્ણયો લઈ લે છે જે માત્ર તેમના માટે જ નહી પણ તેમના પરિવાર માટે પણ ઘાતક સાબિત થઈ શકે છે. 
 
પ્રેશર - બાળકો પર અનેકવાર પ્રેશર એટલુ વધુ થઈ જાય છે કે બાળકો ડિપ્રેશનનો શિકાર થઈ જાય છે. જેના કારણે તેઓ આત્મહત્યા જેવા ખતરનાક પગલાં ઉઠાવવાથી પણ અચકાતાં નથી.  પોતાના ફેલ થવા પર આત્મહત્યા કરનારા બાળકો વિશે અનેકવાર સમાચારમાં સાંભળ્યુ જ હશે.  
 
ખરાબ આદતો - અનેકવાર અભ્યાસનું દબાણને કારણે બાળકો નકલ કરવી, એક્ઝામમા ચિટિંગ કરવી, ચોરી કરવા જેવી ખરાબ આદતોમાં ફસાય જાય છે. તેથી માતાપોતાએ પોતાના બાળકો પર દબાણ ન નાખવુ જોઈએ અને તેમને અભ્યાસ માટે પ્રેમથી સમજાવવુ જોઈએ.  
 
શારીરિક વિકાસ - તમારા દબાણ નાખવાથી બાળકો અભ્યાસમાં એટલા ડૂબી જાય છે કે તેઓ બાકી વસ્તુઓ માટે સમય જ નથી કાઢી શકતા. અભ્યાસની સાથે સાથે રમત પણ જરૂરી છે.  આનાથી બાળકોનો શારીરિક વિકાસ થાય છે પણ ફક્ત અભ્યાસ કરતા રહેવાથી બાળકો બીજા સાથે હળી મળી નથી શકતા અને પોતાનો પુરો સમય પુસ્તકોમાં વીતાવે છે. જેનાથી તેઓ બાકી વસ્તુઓમાં બીજા કરતા પાછળ રહી જાય છે અને તેમની અંદર હીન ભાવના ઉછરવા માંડે છે.  
 

Share this Story:

Follow Webdunia gujarati