Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નોટબંધી પછી બજેટમાં આ વખતે થશે આ ફેરફાર

નોટબંધી પછી બજેટમાં આ વખતે થશે આ ફેરફાર
નવી દિલ્હી. , શનિવાર, 14 જાન્યુઆરી 2017 (15:07 IST)
મોદી સરકાર પોતાની ત્રીજુ બજેટ લાવવાની તૈયારીમાં લાગી છે. બજેટની તૈયારી પણ નોટબંધીના ચપેટમાં આવી ચુકી છે. બજેટ બનાવનારા કેટલાક અધિકારીઓનો દાવો છે કે નોટબંધીના નિર્ણય પછી બજેટ બનાવવાની પ્રકિયા મોડી શરૂ થઈ શકી છે.    કેન્દ્ર સરકારના મુજબ 1 ફેબ્રુઆરીના રોજ સામાન્ય અને રેલ બજેટ રજુ કરવામાં આવશે.  સરકારની કોશિશ બજેટ દ્વારા  નોટબંધીના અસરને ઓછી કરવાની સાથે સાથે અનેક રાજ્યોના ચૂંટણીને જોતા સામાન્ય માણસને ખુશ કરવાની રહેશે. 
 
1. ઈનકમ ટેક્સમાં મોટી રાહત - નોટબંધીથી દેશમાં કાળાનાણા વિરુદ્ધ મોટુ પગલુ ઉઠાવ્યા પછી નાણાકીય વર્ષ 2017-18 થી દેશમાં ઈનકમ ટેક્સમાં મોટી રાહત આપવાનો મોટો નિર્ણય લઈ શકે છે.  આ એક નિર્ણયથી સરકાર પૂરા ટેક્સ પેઈંગ મિડલ ક્લાસને નોટબંધીના નિર્ણયના પક્ષમાં કરી લેશે.  નાણાકીય મંત્રી અરુણ જેટલી ઈશારો પણ કરી ચુક્યા છે કે આગામી બજેટમાં સામાન્ય માણસને ટેક્સમાંથી રાહતની જોગવાઈ કરી શકે છે. 
 
2. સસ્તા ઘર માટે મુખ્ય જાહેરાત 
 
મોદી સરકારે પોતાના પ્રથમ બજેટમાં દેશમાં સૌને માટે ઘર યોજનાની જાહેરાત કરતા દેશમાં સસ્તા ઘરોની ઉપલબ્ધતા વધારવાની જોગવાઈ કરી. આ નિર્ણય રિયલ એસ્ટેટ સેક્ટરમાં ચાલી રહેલ મંદી વચ્ચે આવ્યો અને બિલ્ડરે વધુ રસ ન બતાવ્યો. કારણ કે દેશમાં વધુ વ્યાજ દરોને કારણે મધ્યમ અને નીચલા વર્ગ માટે ઘર ખરીદવુ મુશ્કેલ બની રહ્યુ. આગામી બજેટમાં નોટબંધી પછી વધેલા સરકારી ખજાનાનો સીધો ફાયદો સસ્તા ઘર ખરીદનારાઓને આપી શકે છે. આ માટે સરકાર 5-6 ટકાના દર પર ઘર ખરીદવા માટે લોન આપવાનુ એલાન કરે તેવી શક્યતા છે. 
 
3. બેનામી સંપત્તિ વિરુદ્ધ કડક પગલા 
 
નોટબંધી પછી ગોવામાં પ્રધાનમંત્રીએ દાવો કર્યો હતો કે નોટબંધી કાળાનાણા વિરુદ્ધ પ્રથમ પગલુ છે. તેમણે સ્પષ્ટ ઈશારો કર્યો કે હવે દેશમાં બેનામી સંપત્તિ વિરુદ્ધ મોટુ પગલુ ઉઠાવવામાં આવશે. આ માટે કેન્દ્ર સરકાર આગામી બજેટમાં એગ્રીકલ્ચરલ લેંડને આધાર સાથે જોડવાની જાહેરાત કરી શકે છે.  આ સાથે જ દેશમાં અચલ સ્પત્તિને પેન કાર્ડ સાથે જોડવાની જોગવાઈ પણ બજેટ દ્વારા જાહેર કરી શકાય છે.  આ બંને પગલા કાળાનાણા વિરુદ્ધ લડાઈમાં નિર્ણયક સાબિત થઈ શકે છે અને એક મોટા તબકાને કેન્દ્ર સરકારના નોટબંધીના નિર્ણયના પક્ષમાં ઉભો કરી શકે છે.  બીજી બાજુ આ નિર્ણયથી સરકારના રેવેન્યૂમાં થનારા ફાયદાથી નવા લોકલોભામણા કાર્યક્રમોને ચલાવી શકાય છે. 
 
4. નાની કાર સસ્તી થશે. 
 
નોટબંધી લાગૂ થયા પછી સૌથી મોટી અસર ઓટો ઈંડસ્ટ્રી પર પડી. નવેમ્બર મહિના દરમિયાન દેશમાં ટુ વ્હીલર અને નાની કાર સાથે સાથે કોમર્શિયલ ગાડીઓના વેચાણ 10 ટકાથી વધુ ઓછા થઈ ગયા. જ્યારે કે આ સમય દેશમાં રોકડ પાકની કમાણી પછી ખેડૂતોની ખરીદીનો હોય છે. ઓટો કંપનીઓનો પણ વર્ષભર આ સમયે રાહ જોવાનો રહે છે. આગામી બજેટમાં ઓટો સેક્ટરને પોતાના વેચાણ વધારવાની તક આપતા સરકાર ટુ વ્હીલર વાહન અને નાની કાર સાથે ગ્રામીણ વિસ્તારોમાં દોડનારા કોમર્શિયલ વાહનોની કિમંતમાં મોટો ઘટાડો કરવાનુ એલાન કરી શકે છે. 


5. મનરેગાને મજબૂત કરવામાં આવશે 
 
નોટૅબંધીની મોટી અસર ગરીબી રેખાની નીચેના લોકોને થઈ છે. તેમના રોજગાર સાધનો ઓછા થઈ ગયા છે. મોટા શહેરોને છોડીને લેબર પોતાના ગામ જવા માટે મજબૂર થઈ રહ્યા છે.  બીજી બાજુ આવનારા દિવસોમાં આર્થિક માહિતગારોનો દાવો છે કે બેરોજગારી થોડા સ્માય માટે મોટુ સંકટ બની શકે છે. તેથી કેન્દ્ર સરકાર આગામી બજેટમાં મનરેગાને મજબૂત અરવા માટે મોટી રકમ વહેંચણી કરી શકે છે. આ કાર્યક્રમ હેઠળ મજૂરો પાસેથી કામ કરાવીને તેમના જનધન ખાતામાં મહેનતાણુ આપીને નીચલા તબકાને કેશલેસ ઈકોનોમી સાથે જોડવાની કોશિશ કરી શકાય છે.  જો કે આ ખાતા માટે કેશ આદાન પ્રદાનની વિશેષ જાહેરાત પણ આગામી બજેટમાં કરી શકાય છે.  આ ઉપરાંત બજેટમાં કેન્દ્ર સરકાર ડાયરેક્ટ બેનિફિટ ટ્રાંસફર માટે મોટી યોજનની જાહેરાત કરી શકે છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સેનાના જવાનો સોશિયલ મીડિયા પર ફોટો-વીડિયો અપલોડ નથી કરી શકતા, લાગી રોક