Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બજેટ 2017-18 - જાણો શુ થયુ સસ્તુ અને શુ થયુ મોંઘુ

બજેટ 2017-18 - જાણો શુ થયુ સસ્તુ અને શુ થયુ મોંઘુ
નવી દિલ્હી. , બુધવાર, 1 ફેબ્રુઆરી 2017 (15:00 IST)
કેન્દ્રીય નાણાકીય મંત્રી અરુણ જેટલીએ 2017-18નું બજેટ સંસદમાં રજુ કર્યુ. ભારતના ઈતિહાસમાં પહેલીવાર આવુ બન્યુ કે સમાન્ય બજેટ અને રેલ બજેટ એક સાથે રજુ કરવામાં આવ્યુ. નોટબંધી પછી લોકોને આશા હતી કે તેમને આ બજેટમાં રાહત મળશે. દરેક વખતની જેમ આ વખતે પણ બજેટ પછી કેટલીક વસ્તુઓ મોંઘી થઈ અને કેટલીક વસ્તુઓ સસ્તી થઈ. આવો જાણીએ કે આ વખતના બજેટમાં સરકારે કંઈ વસ્તુઓ સસ્તી કરી અને કંઈ વસ્તુઓ મોંઘી. 
 
સસ્તુ - પવન ચક્કી, આરઓ, પીઓએસ, પાર્સલ, લેધરનો સામાન, સોલર પેનલ, પ્રાકૃતિક ગેસ, નિકેલ, બાયોગેસ, નાયલોન, રેલ ટિકિટ ખરીદવી, સસ્તુ ઘર આપવાનો પ્રયાસ, ટેક્સમાં મધ્યમ વર્ગને રાહત આપવાનો પ્રયાસ, ભૂમિ અધિગ્રહણ પર વળતર પર ટેક્સ મુક્ત થશે, નાની કંપનીઓને ટેક્સમાં રાહત, 50 કરોડ સુધી વાર્ષિક ટર્ન ઓવરવાળી કંપનીઓને 25% ટકા ટેક્સ જે પહેલા 30% હતો, 2 કરોડ સુધી ટર્ન ઓવરવાળી કંપનીઓ પર 6% ટેક્સ લાગશે પહેલાથી 2% થયો ઓછો.   ઈનકમ ટેક્સ છૂટની સીમા વધારી. 3 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહી લાગે. 3 લાખથી 5 લાખ સુધીની આવક પર 5%  ટેક્સ લાગશે, 5 થી 10 લાખની આવક પર 20% ટેક્સ લાગશે. 10 લાખથી ઉપરની આવક પર 30% ટેક્સ લાગશે. 
 
 
મોંઘો - મોબાઈલ ફોન, પાન મસાલા, સિગરેટ, એલઈડી બલ્બ, ચાંદીનો સામાન, તંબાકૂ, હાર્ડવેયર, સિલ્વર ફૉયલ, સ્ટીલનો સામાન, ડ્રાય ફ્રૂટ્સ, ચાંદીના ઘરેણા, સ્માર્ટફોન. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સ્વાસ્થ્ય માટે બજેટમાં મોટા એલાન, ગુજરાત અને ઝારખંડમાં બનશે AIIMS