હલવા સેરેમની સાથે નાણાકીય મંત્રાલયમાં સામાન્ય બજેટનુ છાપકામ શરૂ થઈ ગયુ. અરુણ જેટલીએ હલવો બનાવીને કર્મચારીઓને વહેંચ્યો અને બજેટ છાપના કામના શ્રીગણેશ કર્યા. હલવા સેરેમની સાથે લગભગ 100 અધિકારીઓ સહિત પ્રિટિંગ પ્રેસના તમામ કર્મચારીઓને બજેટ રજુ થતા સુધી નજરબંધ કરવામાં આવ્યા છે. નાણાકીય મંત્રાલયે ટ્વીટ કરીને આ માહિતી આપી.
ઉલ્લેખનીય છે કે વર્ષોથી આવી રહેલી આ પરંપરા મુજબ પ્રેસમાં એક મોટી કડાહીમાં શીરો બનાવવામાં આવે છે. જેને ત્યા હાજર બધા લોકોમાં વહેંચ્યા પછી છાપકામનુ કામ શરૂ થાય છે. આ વર્ષે સરકારનું બજેટ સત્ર 31 જાન્યુઆરીના રોજ શરૂ કરવાની તૈયારીમાં છે અને તેના બીજા જ દિવસે મતલબ 1 ફેબ્રુઆરીએ નાણાકીય મંત્રી લોકસભામાં દેશનુ સામાન્ય બજેટ મતલબ અંદાજ પત્ર રજુ કરશે.
ગયા વર્ષે આ સેરેમની 19 ફેબ્રુઆરીએ થઈ હતી
આ પારંપારિક હલવા સેરેમની ગયા વર્ષે 19 ફેબ્રુઆરીના રોજ થઈ હતી અને અરુણ જેટલીએ 29 ફેબ્રુઆરીના રોજ બજેટ રજુ કર્યુ હતુ. આ વખતે બજેટ 1 ફેબ્રુઆરીએ રજુ થશે અને આ જ કારણે આ સેરેમની 19 જાન્યુઆરી કરવામાં આવી. જ્યા સુધી બજેટ સંસદમાં રજુ નથી થઈ જતુ ત્યા સુધી તમામ અધિકારી અને કર્મચારી પ્રિંટિગ પ્રેસ અને નોર્થ બ્લોકમાંથી બહાર નહી નીકળે. આવુ દર વર્ષે બજેટ પહેલા કરવામાં આવે છે. જેથી બજેટ રજુ થતા પહેલા પ્રસ્તાવિત જોગવાઈ લીક ન થઈ જાય. આ અધિકારીઓ અને કર્મચારીઓની સુરક્ષાની જવાબદારી આઈબીથી લઈને દિલ્હી પોલીસ અને સીઆઈએસએફ પર હોય છે.