Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પહેલું અને ભાજપની વર્તમાન સરકારનું છેલ્લુ બજેટ નીતિન પટેલ રજૂ કરશે

આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પહેલું અને ભાજપની વર્તમાન સરકારનું છેલ્લુ બજેટ નીતિન પટેલ રજૂ કરશે
, મંગળવાર, 21 ફેબ્રુઆરી 2017 (00:18 IST)
પાંચ વર્ષ પુર્ણ કરનારી 13મી વિધાનસભામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પહેલું અને ભાજપની વર્તમાન સરકારનું છેલ્લુ બજેટ નાણાવિભાગનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ રજૂ કરશે. મતદારોને આકર્ષતી નવી યોજનાઓને મંજૂર કરવા માટે છેલ્લીરાત સુધી નાણાવિભાગ ઉપર દબાણ રહ્યુ છે
 
 
ચાલુ વર્ષે પગાર માટે રૂ. 11,563 કરોડનો ખર્ચ મંજૂર કરાવનાર સરકારે ડિસેમ્બર સુધીમાં જ રૂ.47775 કરોડનો પગાર ચૂકવ્યો છે ! 7માં પગારપંચના અમલ, ફિક્સવેતનદરમાં વધારો, ટોલમુક્તિ, ખેતરમાં તાર ફેન્સિંગ જેવા બજેટમાં મંજૂર કર્યા વગરના ખર્ચાઓને કારણે ગુજરાત સરકારના ખર્ચાઓમાં રૃ.64,૦૦૦ કરોડનો જંગી વધારો થયો છે. બીજી તરફ નોટબંધીથી આવકોમાં ભારોભાર ગાબડા પડયા છે. આ બંન્ને સ્થિતિ વચ્ચે ચૂંટણીલક્ષી બજેટના બે છેડા ભેગા કરવામાં સરકારને આંખે પાણી આવ્યુ છે.  નોટબંધીને કારણે સરકારના આવકના સ્ત્રોતોમાં પણ ગાબડા પડયા છે. આથી, નવા વર્ષે બજેટના બે છેડા ભેગા કરવા સરકાર વધુ રૃ.૩૫,૦૦૦ કરોડનું નવુ દેવુ કરશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આજે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી, પ્રથમ વખત શિવસેના-ભાજપ વચ્ચે ટક્કર