Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આવી રહ્યુ છે બજેટ - આવતીકાલથી બજેટ સત્ર શરૂ, જેએનયુ અને જાટ આંદોલન મુદ્દાથી હંગામો થશે ?

આવી રહ્યુ છે બજેટ - આવતીકાલથી બજેટ સત્ર શરૂ, જેએનયુ અને જાટ આંદોલન મુદ્દાથી હંગામો થશે ?
, સોમવાર, 22 ફેબ્રુઆરી 2016 (12:34 IST)
આવતીકાલથી સંસદના બજેટ સત્રનો પ્રારંભ થઇ રહ્યો છે. 25 મીએ રેલ્‍વે અને 29મીએ સામાન્ય  બજેટ રજુ થશે. આ દરમિયાન આ સત્ર ભારે હંગામેદાર રહે તેવી સંભાવના છે. સત્ર દરમિયાન જેએનયુ, પઠાનકોટ, રોહીતકાંડ સહિતના મામલાઓ ગરમા-ગરમી પકડે તેવી શકયતા છે. સત્ર માટે શાસક અને વિપક્ષ પોત-પોતાની રણનીતિ ઘડી રહ્યા છે.
 
   ચાર મહિના સુધી ચાલનારા સત્રમાં જાટ આંદોલન, જેએનયુ વિવાદ, પઠાનકોટ ત્રાસવાદી હુમલો, દલિત રોહીત વેમુલાની આત્મહત્યા  વગેરે મામલે સંસદમાં ઓહાહા અને સંસદમાં દેકારાની શકયતા છે. જેએનયુ મામલે જબરી ઓહાહા થવાની શકયતા છે. ગત સંસદના સત્રમાં કોઇ કામ થયુ ન હતુ અને અનેક ખરડાઓ લટકી પડયા હતા. આ સત્ર શાંતિપુર્વક રીતે ચાલે તેવા પ્રયાસો થઇ રહ્યા છે.
 
   સરકાર તમામ મામલે ચર્ચા કરવા માટે તૈયાર છે. સરકાર પાસે રાજયસભામાં બહુમતી નથી જેને કારણે ગયા સત્રમાં અનેક ખરડાઓ પેંડીંગ રહી ગયા હતા. આજે સાંજે લોકસભાના સ્‍પીકર સુમિત્રા મહાજન અને સંસદીય મંત્રી નાયડુ રાજકીય પક્ષો સાથે બેઠક યોજશે. કોંગ્રેસે પણ પોતાની રણનીતિ ઘડવા કારોબારી બોલાવી છે. આ દરમિયાન 25 મીએ રેલ્‍વે બજેટ, ર૬મીએ આર્થિક સમીક્ષા અને 29 મી ફેબ્રુઆરીના રોજ સામાન્‍ય બજેટ રજુ થશે. આવતીકાલે બંને ગૃહોની સંયુકત બેઠકને રાષ્ટ્રપતિ સંબોધન કરશે.
 
   સુત્રોના જણાવ્‍યા પ્રમાણે સત્રની દિશા 24મીએ નક્કી થશે. જયારે જેએનયુ વિવાદ અને રોહીત વેમુલા મામલે ચર્ચા દરમિયાન પીએમ મોદી કંઇક બોલશે. સરકાર રાષ્‍ટ્ર વિરોધી મામલાને જોરશોરથી ઉઠાવવા માંગે છે. પીએમએ સંકેત આપ્‍યો છે કે, જો વિપક્ષ પોતાના વલણ ઉપર અડગ રહે અને ગૃહ ચાલવા ન દયે તો સરકાર પણ નહી ઝુકે. સત્રના બીજા હિસ્સામાં જીએસટી ખરડો અને રિયલ એસ્‍ટેટ જેવા મહત્‍વના ખરડા રાજયસભામાં આવશે. બંને ગૃહમાં કુલ 16 ખરડાઓ પેન્‍ડીંગ છે. સત્રનો પ્રથમ તબક્કો 23 ફેબ્રુઆરીથી 16મી માર્ચ સુધી અને પછી 25 એપ્રિલથી 12મી મે સુધી બીજો તબક્કો યોજાશે.

Share this Story:

Follow Webdunia gujarati