Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બજેટ09માં કૃષિ, સંરક્ષણને પ્રાધાન્ય !

બજેટ09માં કૃષિ, સંરક્ષણને પ્રાધાન્ય !

વેબ દુનિયા

નવી દિલ્લી , સોમવાર, 16 ફેબ્રુઆરી 2009 (14:49 IST)
PIB

આર્થિક નિષ્ણાતો અને સામાન્ય લોકોની ગણતરી વચ્ચે પ્રણવ મુખર્જીએ આજે લોકસભામાં વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. જેમાં કૃષિ અને સામાજિક ક્ષેત્રો ઊપર મુખ્ય ધ્યાન આપવામાં આવ્યું છે. સાથે સાથે મુંબઇમાં ત્રાસવાદી હુમલા બાદ સંરક્ષણ ખર્ચમાં પણ જંગી વધારો કરવામાં આવ્યો છે.

ઉપરાંત મધ્યાહન ભોજન યોજના, પ્રાથમિક શિક્ષણ, ટેકસટાઇલ માટે કેટલીક રાહતોની જાહેરાત કરી હતી. બજેટ રજૂ કરતા પ્રણવ મુખર્જીએ કહ્યું હતું કે વૈશ્વિક આર્થિક મંદીની પ્રતિકૂળ અસર ભારતીય અર્થતંત્ર ઊપર પણ થઇ છે. છતાં મંદીની અસરને ઘટાડવા સરકારે પહેલાથી જ બે પેકેજ જાહેર કરી દીધા હતા. નિયમિત બજેટ રજૂ ન થાય ત્યાંસુધી સરકારી ખર્ચની જોગવાઇઓએ પ્રણવ મુખર્જીએ રજૂ કરી હતી.

કાર્યકારી નાણાંપ્રધાને દેવામાં ડુબેલા ખેડૂતોની વ્યાજ સબસિડીને લંબાવવાની મુખ્ય જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ઇન્ડિયા ઇન્ફ્રાસ્ટ્રકચર ફાયનાન્સ કંપની માર્ચ 2008ના અંત સુધી બજારમાંથી 10,000 કરોડ ઊભા કરશે.

ઇન્ડિયા ઇન્ફ્રાસ્ટ્રકચર ફાયનાન્સ કંપની મહત્વપૂર્ણ પ્રોજેકટોમાં ખાનગી અને સરકારી ભાગીદારીમાં 60 ટકા કોર્મિશયલ લોન ઊપલબ્ધ કરાવશે. આ સંસ્થા આગામી નાણાંકીય વર્ષમાં બજારમાંથી 30000કરોડ ઊભા કરશે. સામાન્ય ચૂંટણી પહેલા ખેડૂતો ઊપર મુખ્ય ધ્યાન આપતા સરકારે કૃષિ ક્રેડિટમાં ત્રણ ઘણો વધારો કરીને 250000 કરોડ કરી દીધી છે. સુધારવામાં આવેલી નાણાંકીય ખાદ બજેટ અંદાજમાં 2.5 ટકાની સામે જીડીપીના 6 ટકા રહેવાની વાત કરવામાં આવી છે.

જયારે સુધારવામાં આવેલી મહેસૂલી ખાદ વર્ષ 2008-09 માટેના બજેટ અંદાજમાં 1 ટકાની સામે 4.4 ટકા જણાવવામાં આવી છે.
નાણાંકીય ખાદ વર્ષ 2008-09 માટેના સુધારવામાં આવેલા અંદાજમાં વધી ગઇ છે. આર્થિક મંદીનો સામનો કરવા ટેકસમાં કાપ મારફતે 40000 કરોડની રાહત આપવામાં આવી રહી છે.

વર્ષ 2009-10 માટે ખર્ચ માટે બજેટ અંદાજ 953231 કરોડ આંકવામાં આવ્યો છે. જેમાં યોજના ખર્ચ માટે 285145 કરોડ અને નોનપ્લાન ખર્ચ માટે 668883 કરોડનો સમાવેશ થાય છે. ભારત વિશ્વમાં બીજા સૌથી ઝડપી વિકાસ પામતા અર્થતંત્ર તરીકે રહ્યું છે. આ નાણાંકીય વર્ષમાં વિકાસ દર 7.1 ટકા રહેવાનો અંદાજ છે. સરકારે વર્ષ 2008-09માં 37 ઇન્ફ્રાસ્ટ્રકચ પ્રોજેકટો ઊપર 70000 કરોડનો ખર્ચ કર્યો છે. સરકારી અને ખાનગી ભાગીદારી હેઠળ ૫૪ સેન્ટર પ્રોજેકટો મંજૂર કરવામાં આવ્યા છે.

પીપીપી પ્રોજેકટનો કુલ ખર્ચ 67700કરોડ આંકવામાં આવ્યો છે. કૃષિ ઊપરાંત જુદા જુદા સેકટરોમાં ખાસ ધ્યાન આપવામાં આવ્યું હોવાનો દાવો કરીને તેમણે કહ્યું હતું કે સરકારે વચન પૂરા કરવા તમામ પ્રયાસો કર્યા છે. ચાર વર્ષમાં જોરદાર પ્રગતિ નાધાઇ છે. સતત ત્રણ વર્ષ દરમિયાન 9 ટકાનો વિકાસ દર રહ્યો હતો. બચત વૃદ્ધિ દર 29.8 ટકાથી વધીને 37 ટકા થયો છે. વિકાસમાં કૃષિનો હિસ્સો વધ્યો છે. કૃષિ, મેન્યુફેકચરગ ક્ષેત્રોએ વિકાસમાં મહત્વની ભૂમિકા અદા કરી છે.

ઔદ્યોગિક ઊત્પાદનમાં ડિસેમ્બરમાં 2 ટકાનો ઘટાડો રહ્યો હોવાની કબૂલાત તેઓએ કરી હતી. તેમણે કહ્યું હતું કે મોટા પ્રોજેકટોને નાણાં આપવા બકોને સરકાર પૂરતી મદદ કરશે. વ્યાજ દર ઘટવાનો તેઓએ સંકેત આપ્યો હતો. ટેકસ માળખાની સમીક્ષા કરવામાં આવી છે. મધ્યાહન ભોજન યોજના માટે 800 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ઊપરાંત સર્વશિક્ષા માટે 13000 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. સ્વચ્છ પાણી માટે 7400 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

Share this Story:

Follow Webdunia gujarati