હવે જોવાનું એ રહે છે કે, આ વખતે વચગાળાનું બજેટ રજુ કરનાર નાણામંત્રી પ્રણવ મુખરજી કોંગ્રેસ માટે અને તેમની ગઠબંધન સરકાર માટે કેટલા શુકનિયાળ સાબિત થાય છે. |
|
|
ભારતીય રાજકારણનો છેલ્લા દોઢ દસકાથી વધુ સમયનો ઇતિહાસ તપાસીએ તો વચગાળાનું બજેટ સરકાર માટે અપશુકનિયાળ સાબિત થયું છે. અધુરૂ બજેટ રજુ કરનાર નાણામંત્રીને ચૂંટણી પછી પુરા બજેટ રજુ કરવાનો મોકો મળ્યો નથી કે તેમની સરકાર સત્તામાં આવી નથી.
દેશમાં 1991થી અત્યાર સુધીમાં ચાર ચાર વચગાળાના બજેટ રજુ થયા છે. જેમાં 1998માં પૂર્ણ સમય નહીં હોવાને કારણે વચગાળાનું બજેટ રજુ કરનાર યશવંતસિંહા જ ચૂંટણી બાદ પૂર્ણ બજેટ રજુ કરી શક્યા હતા. જ્યારે રજુ થયેલા અન્ય ત્રણ વચગાળાના બજેટ પછી સરકાર બદલાઇ જવા પામી છે.
1991માં સિંહા વચગાળાનું બજેટ લાવ્યા હતા. ત્યારબાદ મનમોહનસિંહ 1996માં તથા જસવંતસિંહ 2994માં વગચાળાનું બજેટ લાવ્યા હતા. આ ત્રણેય કિસ્સામાં તેમના પક્ષની હાર થવા પામી હતી અને ચૂંટણી બાદ નવી ગઠબંધન સરકારે પૂર્ણ બજેટ રજુ કર્યા હતા.
અપવાદરૂપ 1952માં સીડી દેશમુખ, 1957માં ટીટી કૃષ્ણાચારી અને 1962માં વચગાળાનું બજેટ રજુ કરનાર મોરારજી દેસાઇએ ચૂંટણી બાદ પણ તેમણે જ પૂર્ણ બજેટ રજુ કર્યું હતું. જોકે એ સમયે કોંગ્રેસને ટક્કર આપે એવો કોઇ મજબૂત પક્ષ ન હતો. અત્યારે સમય બદલાયો છે. કોઇ એવો પક્ષ નથી કે જે સ્પષ્ટ રીતે આગળ ચાલતો હોય. હવે જોવાનું એ રહે છે કે, આ વખતે વચગાળાનું બજેટ રજુ કરનાર નાણામંત્રી પ્રણવ મુખરજી કોંગ્રેસ માટે અને તેમની ગઠબંધન સરકાર માટે કેટલા શુકનિયાળ સાબિત થાય છે.