બજેટ શાનદાર અને લાજવાબદાર-મનમોહન
પીએમ બજેટને સંતુલિત ગણાવ્યું
વડાપ્રધાન મનમોહનસિંહે બજેટને શાનદાર અને લાજવાબદાર ગણાવ્યું હતું. તેમજ તેને સામાન્ય માનવી અને ખેડૂતો માટે લાભદાયી હોવાનું જણાવ્યુ હતું. યુપીએ સરકારનું પાંચમુ બજેટ દરેક મુશ્કેલીઓમાં ખરૂ ઉતર્યું છે. વર્ષ 2008-09નાં બજેટ અંગે મનમોહનસિંહે જણાવ્યું હતું કે તે બધાની આશાઓ પર ખરૂ ઉતર્યું છે.
તેમણે જણાવ્યું હતું કે દેવાના ડુંગર નીચે કચડાયેલા ખેડૂતોની તકલીફ દૂર કરવા, મોંઘવારી દરને કાબુમાં લેવા, બેરોજગારી ઘટાડવા તેમજ મંદીનો સામનો કરવા બજેટ સફળ રહેશે. તો કરમાં રાહત આપીને નોકરીયાત વર્ગને રાહત આપી હતી.
સિંહે જણાવ્યું હતું કે તો રાજકોષીય ખાધ અને મોંઘવારી દરને કાબુમાં લેવા માટે નાણા મંત્રી સુંદર પ્રયત્ન કર્યો હોવાનું મનમોહનસિંહે જણાવ્યું હતું. સામાન્ય રીતે કૃષિ ક્ષેત્રે ધ્યાન આપવામાં ન આવતું હોવાનો આરોપ મુકવામાં આવતો હોય છે. પણ જ્યાં સુધી ખેડૂતો સક્રિય રીતે વિકાસમાં ભાગ નહીં લે ત્યાં સુધી તેમની સ્થિતિ સુધારી શકાશે નહીં. જો કે હજી ઘણુ કામ કરવાનું બાકી હોવાની વાતનો પણ તેમણે સ્વીકાર કર્યો હતો.