Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શિક્ષણ ક્ષેત્રે રૂ.38,702 કરોડની ફાળવણી

બજેટમાં શિક્ષણ ક્ષેત્રને વિશેષ ભેંટ

શિક્ષણ ક્ષેત્રે રૂ.38,702 કરોડની ફાળવણી

વેબ દુનિયા

અમદાવાદ , શુક્રવાર, 29 ફેબ્રુઆરી 2008 (18:02 IST)
અમદાવાદ(એજન્સી) પી.ચીદમ્બરમે આ વર્ષના બજેટમાં શિક્ષણને વધુ મહત્વ આપ્યુ હતુ. તેમણે રૂપિયા 6000 કરોડના ખર્ચે દેશના વિવિધ પ્રાંતોમાં મોર્ડન શાળાઓ શરૂ કરવાનો નિર્ણયની જાહેરાત કરી હતી. ઉપરાંત પછાત વિસ્તારોમાં શાળાઓ શરૂ કરવા માટે રૂપિયા 80 કરોડની ફાળવણી કરી હતી. સર્વશિક્ષા અભિયાન અંર્તગત સરકારે 13,100 કરોડનુ ફંડ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો.

ગરીબ વિધાર્થીઓ તથા સરકારી શાળાઓમાં આપવામાં આવતાં મધ્યાહન ભોજન માટે 8000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ઉપરાંત વિધાર્થીઓ ચોખ્ખુ પાણી મળે તે માટે પણ ખાસ યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં શાળાના બાળકો માટે ચોખ્ખુ પાણી પહોંચાડવા માટે શાળા દીઠ 15,000થી 20,000 રૂપિયા ખર્ચ થાય તેવો અંદાજ છે. જે માટે માટે 200 કરોડ પુરા પાડવામાં આવશે.

બીજી તરફ પ્રાથમિક શિક્ષણ અભિયાન માટે 4554 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આંધ્રપ્રદેશ, બિહાર અને રાજસ્થાનમાં ત્રણ નવી આઈઆઈટી કોલેજ સ્થાપવામાં આવશે તથા દેશના વિવિધ વિસ્તારોમાં 16 કેન્દ્રીય વિધાલયો ખોલવા માટે આર્થીક મદદ પુરી પાડવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી.

ઉપરાંત દેશમાં 16 કેન્દ્રીય યુનિર્વસિટી પણ ખોલવામાં આવશે. દેશના તમામ ક્ષેત્રોમાં સ્થીત આંગણવાડીમાં કામ કરતાં 18 લાખ જેટલા કર્મચારીઓનો પગાર 1000થી વધારીને 1500 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. આમ નવા બજેટમાં શિક્ષણ ક્ષેત્ર ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યુ છે.

Share this Story:

Follow Webdunia gujarati