Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બજેટમાં મુખ્ય ચિંતાઓની ઉપેક્ષા-યશવંત સિન્હા

બજેટ બીજું કઇ નહીં ચૂંટણીલક્ષી ઢંઢેરો-ભાજપ

બજેટમાં મુખ્ય ચિંતાઓની ઉપેક્ષા-યશવંત સિન્હા
, શનિવાર, 1 માર્ચ 2008 (10:55 IST)
નવી દિલ્હી(એજંસી) ભુતપૂર્વ નાણા પ્રધાન અને ભાજપ નેતા યશવંત સિન્હા અનુસાર આ બજેટમાં મુખ્ય ચિંતાઓની ઉપેક્ષા સેવવામાં આવી છે. જેમકે, બજેટ તૈયાર કરતી વખતે નાણાપ્રધાન સામે ત્રણ પડકાર હોય છે. પહેલો પડકાર લોકોનો જીવનસ્તર સુધારવાનો, અર્થતંત્રનો વિકાસ ચાલુ રહે તેનું ધ્યાન રાખવું એ બીજો પડકાર છે અને બજેટમાં સંતુલન સાધીને ખાધને લઘુતમ કરવી એ ત્રીજો પડકાર છે. જ્યારે કોંગ્રેસ અને તેના સાથી પક્ષોએ મનમોહક બજેટ રજૂ કરવા બદલ નાણા મંત્રી પી ચીદમ્બરમની પ્રશંસા કરી છે પરંતુ

સિન્હાએ જણાવ્યું હતું કે મોંઘવારી વધી રહી છે અને ખાસ કરીને આવશ્યક ચીજવસ્તુઓની કિંમતો વધી રહી છે. બીજી બાજુ વ્યાજ દરો પણ વધી રહ્યાં છે. આ બંન્નેના કારણે સૌથી વધુ અસર સામાન્ય માનવીને થાય છે. તો બીજી બાજુ માળખાગત સુવિધાઓની કમીના કારણે ઉદ્યોગોનો ફટકો પડ્યો છે.

જો કે તેમણે એમ પણ જણાવ્યું હતું કે આવક વેરાના સ્લેબસમાં ફેરફાર કરીને અને ખેડુતોની લોન માફ કરીને જનતાની મુશ્કેલીઓ દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ બાજુ ભાજપના સાથી જનતા દશ (યુ)ના પ્રમુખ શરદ યાદવે જણાવ્યું હતું કે ચીદમ્બરમે શીડ્યુલ અને ગ્રામીણ તેમજ સહકારી બેન્કોમાંથી મળતી ખેડુતોની લોન માફ કરી છે પરંતુ ભારતમાં મોટાભાગના ખેડુતો ખાનગી ધીરદારો પાસેથી લોન મેળવે છે. તેમને કોઈ પણ પ્રકારની રાહતો આપવામાં આવી રહી છે.

બજેટને યુપીએની ચૂંટણીનું ઘોષણાપત્ર ગણાવતાં ભાજપે આજે જણાવ્યું હતું કે આ પ્રકારનું બજેટ રજૂ કરીને સરકારે એક રીતે વહેલી લોકસભાની ચૂંટણીની જાહેરાત કરી છે.

ભાજપના ઉપપ્રમુખ મુખ્તાર અબ્બાસ નકવીએ આજે જણાવ્યું હતું કે આ સ્પષ્ટ સંકેત છે કે લોકસભાની ચૂંટણી વહેલી યોજાશે. આ બજેટને જોતા એમ થાય છે કે નજીકના દિવસોમાં જ મધ્યસત્ર ચૂંટણી યોજાશે.

તેમણે આરોપ મુક્યો હતો કે આ બજેટ લોકો તરફી નહીં પણ ચૂંટણી તરફી છે. પક્ષ પ્રવક્તા પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે પાંચ વર્ષ સુધી ખેડુતો આત્મહત્યા કરતાં રહ્યાં પણ સરકાર ત્યારે મૌન રહી હતી. હવે જ્યારે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સરકાર સંવેદનશીલ બની છે.

Share this Story:

Follow Webdunia gujarati