Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શાહરૂખે શિરીષ પછી હવે ફરહા પર કટાક્ષ કર્યો

શાહરૂખે શિરીષ પછી હવે ફરહા પર કટાક્ષ કર્યો
P.R
લાગે છે કે શિરીષ કુંદરને મારેલા થપ્પડના સપના હજી પણ શાહરૂખ ખાનને સતાવી રહ્યા છે. એટલે જ તો તેણે આખી ઘટના પૂરી થઈ ગઈ હોવા છતાં એક કાર્યક્રમમાં ફરહા ખાન પર કટાક્ષ કર્યો હતો.

આ કાર્યક્રમમાં હાજર એક સૂત્રએ એક અખબારને જણાવ્યુ હતું કે, "શાહરૂખે ફાઈનાલિસ્ટ સ્પર્ધકો સાથે વાત કર્યા પછી તેમની સાથે સોફ્ટવેર સિસ્ટમ પર વાગી રહેલા ગીત પર ડાન્સ કરી રહ્યો હતો. પણ કોઈ ટેકનિકલ ખરાબીને કારણે ગીત અટકી ગયું. વારે વારે સિસ્ટમ અટકી જવાને કારણે ડાન્સમાં ખલેલ પડી રહી હતી."

સામાન્ય રીતે પોતાના દુશ્મન કો-સ્ટાર સલમાન અને આમિર ખાન પર કટાક્ષ કરવા માટે જાણીતા શાહરૂખે આ વખતે ફરહા ખાનને ટાર્ગેટ બનાવી હતી.

"સિસ્ટમ એરરથી કંટાળેલા શાહરૂખે કહ્યુ હતું કે પ્લે સ્ટેશનને લાગી રહ્યુ છે કે ફરહા ખાન તેની સામે ડાન્સ કરી રહી છે એટલે એ વારે વારે પોઝ થઈ જાય છે. સિસ્ટમમાં ખરાબી વધતા આખરે આયોજકોએ મ્યુઝિક જ બંધ કરી દેવુ પડ્યુ હતું."

Share this Story:

Follow Webdunia gujarati