પ્રિયંકા-હરમનહરમન બવેજાની એક પણ ફિલ્મ રજૂ થઈ નથી. પણ તેને પ્રિયંકા ચોપડા જેવી ગર્લફ્રેંડ જરૂર મળી ગઈ છે. હરમન દેખાવમાં તો ઋતિક જેવા છે. પ્રિયંકા તેને એટલો પ્રેમ કરે છે કે જ્યારે કરીનાએ હરમન સાથે ફિલ્મ કરવાની ના પાડી દીધી તો પ્રિયંકાએ તારીખો એડજસ્ટ કરીને પોતાને એ ફિલ્મમાં ફીટ કરી દીધી. પ્રિયંકા હરમનને અભિનય પણ શીખવાડી રહી છે. બંને એક સાથે જોવા મળી છે, પણ કદી કદી. બંને પ્રેમના રસ્તે ક્યા સુધી સાથે ચાલશે એ તો આવનારો સમય જ બતાવશે. શિલ્પા-રાજ કુંદ્રાબ્રિટનમાં ધૂમ મચાવી રહેલી શિલ્પાનુ દિલ રાજ કુન્દ્રા પર આવી ગયુ છે. આમ તો શિલ્પાએ અક્ષયને પણ ખૂબ પ્રેમ કર્યો હતો પણ ટિવંકલે વચ્ચે આવીને બાજી મારી લીધી. શિલ્પાનુ નામ અનુભવ સિંહા જોડે પણ જોડાયુ હતુ. રાજ પણ કાંઈ ઓછા નથી. તેમનુ લગ્ન થઈ ચૂક્યુ છે અને હવે તેઓ પોતાની પત્નીથી જુદા થઈ ગયા છે. રાજનુ ઘર તોડવા માટે તેમની પત્ની શિલ્પાને કસૂરવાર બતાવી રહી છે. શિલ્પા અને રાજે થોડા દિવસ પહેલા મન મૂકીને ખરીદી કરી. બની શકે કે તેઓ આ વર્ષે એક-બીજાના થઈ જાય.
દીપિકા-યુવરાજ
જ્યારથી દીપિકાએ યુવરાજને બોલ્ડ કર્યો છે ત્યારથી યુવરાજ રન જ નથી બનાવી શક્યો. યુવરાજ ઓસ્ટ્રેલિયામાં હતો તો શૂંટિંગને બહાને દીપિકા પણ ત્યાં પહોંચી ગઈ. તે શૂંટિગ કરવાને બદલે મેચ જોઈ રહી હતી. લોકો સમજી ગયા કે યુવરાજ કેમ જલ્દી પેવિલિયન પાછો ફર્યો. થોડા દિવસ પહેલા મુંબઈમાં યુવરાજની મમ્મીની સાથે દીપિકા ઘર શોધી રહી હતી. હમણા તો બંને પોતાના પ્રેમને નથી તો સ્વીકારી રહ્યા કે નથી તો તેનો વિરોધ કરી રહ્યા.
આ સિવાય આયેશા ટાકિયા-ફરહાન આઝમી, કોંકણા સેન-રણવીર શૌરી, અમૃતા અરોરા-ઉસ્માન અફજલ જેવી જોડીઓ પણ એક બીજાના પ્રેમમાં ડૂબેલી છે.