Article Bollywood Gossips %e0%aa%9d%e0%aa%b0%e0%ab%80%e0%aa%a8%e0%aa%a8%e0%aa%be %e0%aa%a8%e0%aa%96%e0%aa%b0%e0%aa%be 111012900007_1.htm

rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઝરીનના નખરા

ઝરીન
IFM

વીર જેવી ફ્લોપ ફિલ્મ કરનારી ઝરીન ખાનને એક સ્ર્કિપ્ટ પસંદ પડી ગઈ. હીરો અત્યાર સુધી સાઈન નથી થયો. ઝરીને નિર્માતાને કહ્યુ કે પહેલા હીરો સાઈન કરો. જો હીરો મને ગમશે તો હુ તે ફિલ્મ સાઈન કરીશ.

બિચારા નિર્માતા ઝરીનના આ વ્યવ્હારથી નવાઈ પામ્યા. તેમને એ ન સમજાયુ કે એક ફ્લોપ ફિલ્મની હીરોઈન થઈને તે આ પ્રકારનો વ્યવ્હાર કેમ કરી રહી છે, જો ફિલ્મ સફળ ગઈ હોત તો ખબર નહી શુ કરતી ?

બોલીવુડના એક સૂત્રએ જણાવ્યુ કે મહિનાઓથીબેકાર બેસેલી ઝરીનને થોડા દિવસો પહેલ એક નિર્માતા સાઈન કરવા પહોંચ્યા ઝરીનને એ વાર્તા પસંદ આવી અને તેમને હીરોનુ નામ પૂછ્યુ. નિર્માતાએ કહ્યુ કે હજુ હીરો નક્કી નથી થયો. ઝરીને તરત જ કહ્યુ કે પહેલા હીરો પસંદ કરો, જો મને હીરો ગમશે તો હું ફિલ્મ સાઈન કરીશ.

અત્રે એ ઉલ્લેખનીય છે કે વીરના પહેલા ઝરીનના કેરિયરમાં સલમાન ખાને વધુ પડતી રુચિ લીધી હતી. તેને બીજી કેટરીના કહેવામાં આવી હતી. 'વીર' બોક્સ ઓફિસ પર ખાસ પ્રદર્શન ન કરી શકી અને ત્યારબાદ સલમાનનુ ધ્યાન પણ ઝરીન પરથી હટી ગયુ.

સલ્લૂ 'દબંગ'માં વ્યસ્ત થઈ ગયા અને તેમને પોતાનુ પૂર્ણ ધ્યાન સોનાક્ષી પર લગાવી દીધુ. 'દબંગ' હિટ થઈ ગઈ અને સોનાક્ષીના કેરિયરમાં સલ્લૂ રુચિ લેવા માડ્યા. બીજી બાજુ ઝરીન એકલી પડી ગઈ. તેમને કેટલીક ફિલ્મોનો પ્રસ્તાવ મળ્યો પણ બતાવાય છે કે તે મોટા બેનર અને હીરો સાથે જ કામ કરવાની ઈચ્છા ધરાવે છે.

Share this Story:

Follow Webdunia gujarati