Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શાહિદ-મીરાને ઘરે આવ્યો બાબો, તમે પણ શાહિદ કપૂરના પુત્રનુ નામકરણ કરી શકો છો

શાહિદ-મીરાને ઘરે આવ્યો બાબો, તમે પણ શાહિદ કપૂરના પુત્રનુ નામકરણ કરી શકો છો
, ગુરુવાર, 6 સપ્ટેમ્બર 2018 (14:53 IST)
બોલીવુડ અભિનેતા શાહિદ કપૂર માટે સપ્ટેમ્બર મહિનો ખૂબ ખાસ હોય છે.  2 વર્ષ પહેલા આ મહિનાના ઠીક પહેલા 26 ઓગસ્ટના રોજ બિટિયા મીશાનોજન્મ થયો હતો અને આ વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ શાહિદ એક વધુ બાળકના પિતા બની ગયા છે. 
 
પુત્રના જન્મ પછી જ તેના નામને લઈને ખૂબ ચર્ચા થઈ રહી છે.  મીશાના જન્મ પછી પણ આવુ વાતાવરણ હતુ. ત્યારે તો સોશિયલ મીડિયામાં જ લોકોએ સૌ પહેલા શાહિદની પુત્રીનુ નામ મુકી દીધુ હતુ. આમ તો શાહિદનુ માનીએ તો આ નામ તેમના મગજમાં પણ હતુ.  પુત્રીનુ નામ મુક્યા પછી શાહિદને જાણ થઈ કે પુત્રીનુ નામકરણ તો પહેલા જ તેમના ફેંસ દ્વારા થઈ ગયુ છે. 
 
એ જ રીતે આ વખતે પુત્ર માટે શાહિદે અત્યાર સુધી કોઈ નામ વિચાર્યુ નથી. શાહિદનુ માનીએ તો તે આ વખતે સોશિયલ મીડિયામાં પોતાના ચાહકો દ્વારા પુત્રને જે નામ આપવામાં આવશે તેના પર વિચાર કરશે.  જો કોઈ નામ ગમી ગયુ તો તે જરૂર વિચારશે. 
 
થોડા દિવસ પહેલા પોતાની ફિલ્મ બત્તી ગૂલ મીટર ચાલૂના પ્રમોશનલ ઈંટરવ્યુ દરમિયન શાહિદે કહ્યુ, "અમે અત્યાર સુધી બાળકોનુ નામ વિચારી રહ્યા છીએ. જેવુ જ બાળકોનુ નામ નક્કી થઈ જશે અમે જરૂર બતાવીશુ. પુત્રી મીશાના નામકરણ દરમિયાન મેં નામ રાખ્યુ હતુ પણ મને પછી જાણ થઈ કે આ નામ સોશિયલ મીડિયામાં લોકોએ મારા પહેલા જ મુકી દીધુ છે.  હવે આ વખતે પણ સોશિયલ મીડિયામાં લોકો દ્વારા મુકવામાં આવી રહેલ નામની રાહ જોઈશુ. જો કોઈ સારુ લાગ્યુ તો જોઈશુ. એ જ મુકી દઈશુ. 
 
આ સમયે શાહિદ અને તેમનો પરિવાર મીરા સાથે હોસ્પિટલમાં છે. બાળક અને મીરા સ્વસ્થ છે. શાહિદના ઘરમાં નવા મેહમાનના સ્વાગતની તૈયારી ચાલી રહી છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ - લોકો મરે છે