Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોણ હતી ગંગુબાઈ કાઠિયાવાડી જાણો ગંગાના ગંગુબાઈ બનવાની અસલી સ્ટોરી, જેની ધમકથી કાંપતા હતા મુંબઈના ડોન

કોણ હતી ગંગુબાઈ કાઠિયાવાડી જાણો ગંગાના ગંગુબાઈ બનવાની અસલી સ્ટોરી, જેની ધમકથી કાંપતા હતા મુંબઈના ડોન
, સોમવાર, 1 માર્ચ 2021 (00:53 IST)
ગંગુબાઈ કાઠિયાવાડી, આ નામ એ દિવસથી ચર્ચામાં છે. કારણ છે સંજય લીલા ભંસાલીની આ નામથી બની રહેલી ફિલ્મ, જેમા આલિયા ભટ્ટ  લીડ રોલમાં છે. બુધવારે ફિલ્મનુ ટીઝર રજુ થયુ. જએમા આલિયાનો ધમક ભર્યો અંદાજ જોઈ દરેક તેના વખાણ કરી રહ્યુ છે ફિલ્મની સ્ટોરી મુંબઈ માફિયાની ક્વીન કહેવાતી ગંગુબાઈ કોઠેવાલીની અસલી સ્ટોરી પર આધારિત છે.  લોકો તેમને ગંગુબાઈ કાઠિયાવાડી પણ કહેતા હતા. ગંગુબાઈ મુંબઇની અન્ડરવર્લ્ડની દુનિયામાં એક નામ છે, જ્યાં મોટામાં મોટા ગુંડાઓ પણ તેમની સંમતિ વિના વેશ્યાલય પર પગ મૂકતા નહોતા. તેણે સેક્સ વર્કર્સ માટે પણ કામ કર્યું હતું. ગંગુબાઈના કદનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આઝાદ મેદાનમાં તેના ભાષણને 60 ના દાયકાના દરેક મોટા અખબારોએ કવર કર્યુ હતુ. 
 
સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી' (Gangubai Kathiawadi) પ્રખ્યાત લેખક અને પત્રકાર એસ હુસેન ઝૈદીના પુસ્તક 'માફિયા ક્વીન્સ ઓફ મુંબઈ' પર આધારિત છે. એક જૂની કહેવત છે કે કોઈ વ્યક્તિ ખરાબ નથી હોતી, તેના હાલત તેને ખરાબ કરે છે. ગંગુબાઈની વાર્તા પણ આવી જ છે. તે ગંગા હતી. છેતરપિંડી અને શોષણે તેની નિર્દોષતા છીનવી લીધી. તેની અંદર એક ગુબાર ભરાય ગયો. જોતજોતામાં ગુજરાતની આ  ગંગા હરજીવનદાસ ક્યારે ગંગુબાઈ બની તે જ ખબર જ ન પડી ક્યારે તે  મુંબઈની સૌથી પ્રખ્યાત વેશ્યાલયનીમાલિક બની ગઈ એ ન તો તેને ખબર પડી કે ન તો મુંબઈ માફીયાઓને અને ન તો પોલીસને.
 
ગંગુબાઈનું અસલી નામ ગંગા હરજીવનદાસ હતું. તે ગુજરાતના કાઠીવાડની રહેવાસી હતી. શ્રીમંત પરિવારમાં જન્મેલી, ગંગાનુ  સ્વપ્ન હતુ કે તે મોટી થઈને એક અભિનેત્રી બને. માતાપિતાએ પણ તેનો ઉછેર ખૂબ લાડકોડથી કર્યો હતો.  પરંતુ ગંગાને કોલેજના દિવસોમાં પ્રેમ થઈ ગયો. પ્રેમ થવુ એ ખોટુ નહોતુ પણ પ્રેમ 16 વર્ષની ઉંમરે જેની સાથે થયો તે ખોટો હતો. કદાચ ગંગાની જીવનની સૌથી મોટી ભૂલ, ગંગાને તેના પિતાના એકાઉટેંટ સાથે પ્રેમ થયો તેનુ અસલી નામ હતુ રમણીક લાલ. 
 
ગંગાના પરિવારના લોકો  આ પ્રેમની વિરુદ્ધ હતા. ગંગાને અભિનેત્રી બનવુ હતુ અને પ્રેમ પણ પામવો હતો તેથી તે રમનીક સાથે ભાગીને મુંબઈ આવી ગઈ. બંનેયે લગ્ન કરી લીધા. પરંતુ ગંગા મુંબઇની ઝાકઝમાળમાં ખુદને સાચવી શકે તે પહેલાં તેના બદમાશ પતિ રમનિક લાલે  તેને માત્ર 500 રૂપિયામાં કમાઠીપુરામાં એક વેશ્યાલયમાં વેચી દીધી. ત્યા રોજ ગંગાના શરીરનો સોદો થવા લાગ્યો. પરિસ્થિતિ સામે મજબૂર ગંગા રોજ રડતી હતી, તે ખુદને અને પોતાના પ્રેમને ધિક્કારતી હતી 
 
સાહીઠના દાયકામાં માફિયા ડોન કરીમ લાલાનો સિક્કો કમાઠીપુરા વિસ્તારમાં ચાલતો હતો. એકવાર, કરીમ લાલાના એક ગુંડની ગંગા પર નજર પડી. એ વહેશીએ ગંગાનો રેપ કર્યો. ગંગા ઈંસાફ માટે લાલા પાસે ગઈ અને કરીમ લાલાને  ગંગા સાથે ઈંસાફ કરવા ઉપરાંત ગંગાને પોતાની બહેન માની. આ એક ઘટનાથી ગંગાની જિંદગી બદલાઈ ગઈ અને અહીંથી ગંગાની ગંગુબાઈ કાઠિયાવાડી બનવાની વાસ્તવિક કથા શરૂ થઈ.
 
રીમ લાલાની બહેન બન્યા પછી  ગંગુબાઈનુ કદ વધી ગયુ. તે કમાથીપુરાની કોઠેવાલી ગંગુબાઈ બની ગઈ. ધીરે ધીરે કમાઠીપુરાની પણ સંપૂર્ણ કમાન પણ ગંગુબાઈના હાથમાં આવી ગઈ. કોઠો ચલાવવો ગંગુબાઈનું કામ હતું. પરંતુ તે સારી સ્વભાવની હતી, તેથી તે સેક્સ વર્કર્સ માટે 'ગંગૂમા' હતી. એવુ કહેવાય છે કે તે ગંગુબાઈ પોતાના વેશ્યાલયમાં ક્યારેય કોઈ યુવતી સાથે બળજબરી થઈ નહોતી. તે એ જ છોકરીઓને કોઠા પર રાખતી જે પોતાની મરજીથી આવતી હતી.  ગંગુબાઈ સેક્સ વર્કસના અધિકારો માટે એક અવાજ બની ગઈ. 
 
ગંગુબાઈની ધમક એવી હતી કે કોઈ ગેંગસ્ટર અથવા મોટા માફિયા તેમની પરવાનગી વિના વેશ્યાલય અથવા કમાઠીપુરામાં પગ મૂકતા નહોતા.  ગંગુબાઈ
પોતાના જીવનમાં સેક્સ વર્કર્સ માટે કામ કરવા ઉપરાંત અનાથ લોકોનો પણ સહારો બની હતી.  ગંગુબાઈએ પણ ઘણા બાળકોને દત્તક લીધા હતા. આ
બાળકો અનાથ અથવા બેઘર હતા. આ બાળકોના શિક્ષણની પણ ગંગુબાઈએ જવાબદારી લીધી હતી. 
 
ગંગુબાઈએ સેક્સ વર્કરોના કામદારોના હક અને હિત માટે પોતાનો અવાજ ઉઠાવ્યો. મુંબઈના આઝાદ મેદાનમાં  સેક્સ વર્કર્સના હકમાં ગંગુબાઈનુ ભાષણ ત્યાના દરેક નાના મોટા છાપાઓનુ મુખ્ય હેડિંગ બન્યુ. હુસૈન જૈદીના પુસ્તકમાં અહી સુધીનો ઉલ્લેખ છે કે ગંગુબાઈ એ સમય દેશના પ્રધાનમંત્રી રહી ચુકેલા જવાહરલાલ નહેરુને મળી હતી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમિતાભ બચ્ચનની તબિયત લથડી, સર્જરી કરાશે