Publish Date: Fri, 24 Mar 2023 (16:37 IST)
Updated Date: Fri, 24 Mar 2023 (16:39 IST)
સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો સામે આવ્યા બાદ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા અને બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા એકબીજાને ડેટ કરી રહ્યાં છે. બંને મુંબઈમાં એક રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળતા જોવા મળ્યા હતા.
મીડિયાના કેમેરા જોઈને AAP નેતા સીધા કારમાં બેસી ગયા, પરંતુ પરિણીતી ચોપરાએ પાપારાઝી માટે પોઝ આપ્યો. જો કે, બંનેએ સાથે કોઈ તસવીરો માટે પોઝ આપ્યો ન હતો.