Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Oscar 2021: વિદ્યા બાલન, એકતા કપૂર અને શોભા કપૂર બની ઓસ્કર કમિટીની સભ્ય

Oscar 2021: વિદ્યા બાલન, એકતા કપૂર અને શોભા કપૂર બની ઓસ્કર કમિટીની સભ્ય
, શુક્રવાર, 2 જુલાઈ 2021 (15:35 IST)
બોલિવૂડ અભિનેત્રી વિદ્યા બાલન અને ફિલ્મ નિર્માતા એકતા કપૂર અને તેમની માતા શોભા કપૂર એ 395 નવા સભ્યોમાં શામેલ છે, જે આ વર્ષે એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયંસેજ દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા છે. આ અમેરિકન સંસ્થા ઓસ્કાર એવોર્ડ આપે છે.
 
એકેડેમીની વેબસાઇટ અનુસાર, આ યાદીમાં 50 દેશોના કલાકારો અને ફિલ્મ નિર્માણ સાથે જોડાયેલા લોકોનાં નામ શામેલ છે જેમણે ફિલ્મોમાં યોગદાન આપીને પોતાની ઓળખ બનાવી છે. અમેજન પ્રાઈમ વીડિયોની ફિલ્મ 'શેરની'માં તાજેતરમાં જોવા મળેલી વિદ્યા બાલને 2021ની યાદીમાં સ્થાન બનાવ્યુ છે. જેમા હોલેવુડના જેનેટ જૈક્સન, રોબર્ત પૈંટિસન, એચઈઆર, હેનરી ગોલ્ડિંગ અને ઈજા ગોજાલેજનો સમાવેશ છે. 
 
નિર્માતા એકતા કપૂર અને તેમની માતા શોભા કપૂર પણ આ યાદીમાં નવા સભ્યોના રૂપમાં સામેલ છે 
 
એકેડેમી તરફથી કહેવામાં આવ્યુ કે 2021 ની યાદીમાં 46 ટકા મહિલાઓ, 39 ટકા લોકો ઓછા પ્રતિનિધિત્વવાળા સમુહના લોકો અને 53 ટકા એવા લોકો સામેલ છે જે દુનિયાના 49 દેશોના છે.  ભારતીય ફિલ્મ ઉદ્યોગના એ.આર રહેમાન, અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, આમિર ખાન અને સલમાન ખાન અને નિર્માતા આદિત્ય ચોપડા અને ગુનીત મોંગા પહેલાથી જ એકેડેમીના સભ્ય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના પોપટલાલ (શ્યામ પાઠક) એ પરિવાર સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત લીધી