Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
बुधवार, 18 दिसंबर 2024
webdunia

R Subbalakshmi: અભિનેત્રી આર સુબ્બલક્ષ્મીનું નિધન, 87 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

subbalakshmi
નવી દિલ્હી , શનિવાર, 2 ડિસેમ્બર 2023 (19:54 IST)
R Subbalakshmi જાણીતી મલયાલમ અભિનેત્રી આર સુબ્બલક્ષ્મીનું ગુરુવારે રાત્રે અહીંની એક ખાનગી હોસ્પિટલમાં અવસાન થયું. ફિલ્મ જગતના સૂત્રોએ આ માહિતી આપી હતી. સુબ્બલક્ષ્મી 87 વર્ષના હતા. તે સંગીતકાર અને ચિત્રકાર પણ હતા.
 
સુશાંત સાથે જોવા મળ્યા હતા
સુશાંત સિંહની ફિલ્મમાં આર સુબ્બલક્ષ્મી પણ સ્ક્રીન પર જોવા મળ્યા છે. તમને જણાવી દઈએ કે અભિનેત્રીએ સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ દિલ બેચારામાં દાદીની ભૂમિકા ભજવી હતી. તેમના દાદીના પાત્રને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.
 
અનેક ભાષાઓમાં કર્યું કામ 
સુબ્બલક્ષ્મીએ ઘણી ભાષાઓમાં કામ કર્યું છે. તેમણે મલયાલમ, તેલુગુ, તમિલ, કન્નડ અને સંસ્કૃત ભાષાઓમાં કામ કર્યું. આ સિવાય તે અંગ્રેજી ફિલ્મ 'ઈન ધ નેમ ઓફ ગોડ'માં પણ જોવા મળી છે.
 
મુખ્યમંત્રી પિનરાઈએ વ્યક્ત કર્યો શોક 
તેણે કલ્યાણરામન (2002) અને નંદનમ (2002) જેવી લોકપ્રિય ફિલ્મોમાં કામ કર્યું અને પોતાના પાત્રથી લોકોના દિલો પર એક અલગ છાપ છોડી. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન અને મલયાલમ ફિલ્મ અભિનેતા દિલીપે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગંભીર મને મિસ્ડ કોલ આપતો હતો, પણ હું ફક્ત ઇરફાન પઠાણને જ પ્રેમ કરતી હતી... અભિનેત્રી પાયલ ઘોષે કર્યા અનેક ચોંકાવનારા ખુલાસા