Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Nilu Kohli Husband Death: ટીવી એક્ટ્રેસ નીલુ કોહલીના પતિ હરમિંદર સિંહનું નિધન, બાથરૂમમાંથી મળી લાશ

nilu kohli
, શનિવાર, 25 માર્ચ 2023 (10:28 IST)
Nilu Kohli Husband Death: ટીવી અને ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રી નીલુ કોહલીના પતિ હરમિન્દર સિંહનું શુક્રવારે નિધન થયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નીલુના પતિ હરમિન્દર સંપૂર્ણપણે સ્વસ્થ હતા. શુક્રવારે બપોરે તેઓ ગુરુદ્વારા પણ ગયા હતા,  ત્યાંથી પરત ફર્યા બાદ તે બાથરૂમમાં ગયા અને ત્યાં પડી ગયા. તે સમયે ઘરમાં માત્ર એક હેલ્પર જ હાજર હતો. તેણે જ નીલુના પતિને બાથરૂમમાં બેભાન હાલતમાં જોયા હતા, ત્યારબાદ તેમને  હોસ્પિટલ લઈ જવામાં આવ્યા પણત્યાં સુધીમાં તેનું મોત થઈ ગયું હતું.
નીલુના મિત્રએ અભિનેત્રીના પતિના મૃત્યુની પુષ્ટિ કરી હતી


નવભારત ટાઈમ્સના અહેવાલ મુજબ, નીલુની ખાસ મિત્ર વંદનાએ અભિનેત્રીના પતિના મૃત્યુની પુષ્ટિ કરી, તેણે જણાવ્યું કે તે સમયે હેલ્પર ઘરમાં હાજર હતો અને તે લંચ તૈયાર કરી રહ્યો હતો. બપોરનું ભોજન પીરસવા માટે તે બાથરૂમમાંથી હરમિન્દર પાછા ફરે તેની રાહ જોઈ રહ્યો હતો..જોકે, લાંબા સમય બાદ પણ હરમિન્દર બાથરૂમમાંથી બહાર ન આવ્યો ત્યારે હેલ્પરે  બેડરૂમમાં જઈને તપાસ કરી. તેને ત્યાં ન મળતાં તેણે બાથરૂમમાં તપાસ કરતાં હરમિન્દર ત્યાં પડેલા જોવા મળ્યા. અભિનેત્રીના મિત્રએ એમ પણ જણાવ્યું કે હરમિન્દરને ડાયાબિટીસ હતો પરંતુ તે સંપૂર્ણ સ્વસ્થ હતા અને બધું અચાનક થયું.રિપોર્ટ અનુસાર, નીલુના મિત્રએ પણ જણાવ્યું કે હરમિન્દરના અંતિમ સંસ્કાર રવિવારે કરવામાં આવશે. કારણ કે તેનો પુત્ર હજુ બહાર છે, અભિનેત્રીના પતિના અંતિમ સંસ્કાર તેના આવ્યા પછી જ કરવામાં આવશે.
 
નીલુએ ઘણી સિરિયલો અને ફિલ્મોમાં કર્યું છે કામ 
ઉલ્લેખનીય છે કે નીલુ ઘણી ટીવી સિરિયલો અને ફિલ્મોમાં જોવા મળી છે. નીલુએ હાઉસફુલ 2, પટિયાલા હાઉસ, હિન્દી મીડિયમ જેવા પ્રોજેક્ટ્સમાં કામ કર્યું  છે. તે વર્ષ 2020માં પીરિયડ ડ્રામા ફિલ્મ 'જોગી'માં પણ મજબૂત ભૂમિકા ભજવતી જોવા મળી હતી.
      

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Indori Poha: પોહા ખાવાના શોખીન છો તો જરૂર ટ્રાઈ કરો ઈંદોરના આ જગ્યાઓ