Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મશહૂર અભિનેતા ટૉમ ઑલ્ટરનું 67 વર્ષની વયે નિધન

મશહૂર અભિનેતા ટૉમ ઑલ્ટરનું 67 વર્ષની વયે નિધન
, શનિવાર, 30 સપ્ટેમ્બર 2017 (10:52 IST)
મશહૂર અભિનેતા ટૉમ આલ્ટરનું કેન્સરની લાંબી બિમારી બાદ 67 વર્ષની વયે નિધન થઈ ગયું છેતેઓ સ્કિન કેન્સર સામે ઝઝૂમી રહ્યાં હતાં.તેઓ લાંબા સમયથી કેન્સર પીડિત હતા. શુક્રવારે રાત્રે તેમણે અંતિમ શ્વાસ લીધા.
 
ટોમ ઑલ્ટરે 300થી વધુ ફિલ્મોમાં  કરી ચૂક્યા છે અને અનેક ટીવી શૉમાં પણ કામ કર્યું છે. જેમાંથી પ્રસિદ્ધ શો ગેન્ગસ્ટર કેશવ કાલસી મહત્વનો ગણી શકાય. 80 અને 90ના દાયકામાં તેઓ ખેલ પત્રકાર પણ રહી ચૂક્યા હતાં.
webdunia
ટૉમ આલ્ટરનો જન્મ 1950માં મસૂરીમાં થયો હતો. તેઓ ભારતમાં ત્રીજી પેઢીના અમેરિકન હતા. ટોમે 1974માં ફિલ્મ એન્ડ ટેલીવિઝન ઈન્સ્ટીટ્યૂટ ઓફ પુણેમાં એક્ટિંગમાં ગ્રેજ્યુએશન સમયે ગોલ્ડ મેડાલીસ્ટ થયા હતા.
 
તેમના પરિવાર તરફથી જારી કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે દુ:ખ સાથે અમે અભિનેતા, લેખક, નિર્દેશક, પદ્મશ્રી ટૉમ ઑલ્ટરના નિધનની જાહેરાત કરીએ છીએ. ટૉમ શુક્રવારે રાતે તેમના પરિવારની હાજરીમાં જ દુનિયાને અલવિદા કહી ગયા. અમારો આગ્રહ છે કે આ સમયે અમારી પ્રાઈવસીનું સન્માન કરવામાં આવે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Hate Story 4 માં ઉર્વશી રોતેલા સાથે આ કરશે રોમાંસ