Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ટાઈગર શ્રોફનું વિવાદિત નિવેદન, મને હાઉસવાઈફ ટાઈપની લાઈફ પાર્ટનર જોઈએ જે મારી સેવા કરે

ટાઈગર શ્રોફનું વિવાદિત નિવેદન, મને હાઉસવાઈફ ટાઈપની લાઈફ પાર્ટનર જોઈએ જે મારી સેવા કરે
, ગુરુવાર, 28 એપ્રિલ 2016 (11:53 IST)
બોલીવુડ એક્ટર ટાઈગર શ્રોફે એક એવુ નિવેદન આપ્યુ છે જેના પર બવાલ મચી છે. પોતાની ફિલ્મ બાગીના પ્રમોશનમાં વ્યસ્ત ટાઈગર શ્રોફને જ્યારે પૂછવામાં આવ્ય કે તેમને કેવી લાઈફ પાર્ટનર જોઈએ તો તેનો જવાબ ચોંકાવનારો હતો. 
 
ટાઈગરે કહ્યુ, 'મને એવી યુવતી જોઈએ, જે ગામડાની હોય. જ્યારે હુ ઘર આવુ તો મારી મસાજ કરે જેનાથી મને આરામ મળે. તેણે ઘરમાં રહેવુ જોઈએ. ઘરની સફાઈ કરે અને મને ઘરનું જમવાનું બનીને ખવડાવે. મને હાઉસવાઈફ જેવી છોકરીઓ પસંદ છે.' 
 
જો કે પછી ટાઈગરે ટ્વિટર દ્વારા પોતાના આ નિવેદન પર સફાઈ પણ આપી છે. તેમણે ટ્વીટ કર્યુ, હુ મહિલાઓના સશક્તિકરણ અને સમાનતાનો સમર્થક છુ. મે કાયમ કહ્યુ છે કે તે માણસોના બરાબર કે તેમનાથી વધુ મજબૂત છે. હુ મારી મા અને બહેનનું ખૂબ સન્માન કરુ છુ. આવુ નિવેદન નથી આપી શકતો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દ્વારકા - મોક્ષની નગરી