Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

2000 કરોડની ડ્રગ જપ્તીના કેસમાં મમતા કુલકર્ણી વિરુદ્ધ નૉન-બેલેબલ વોરંટ

2000 કરોડની ડ્રગ જપ્તીના કેસમાં મમતા કુલકર્ણી વિરુદ્ધ નૉન-બેલેબલ વોરંટ
, મંગળવાર, 28 માર્ચ 2017 (17:27 IST)
ઈંટરનેશનલ ડ્રગ માફિયા વિકી ગોસ્વામી અને તેની પાર્ટનર બોલીવુડ સ્ટાર રહી ચુકેલી મમતા કુલકર્ણી વિરુદ્ધ કોર્ટે નોન-વેલેબલ વોરંટ રજુ કર્યો છે. આ વોરંટ ગેરકાયદેસર રીતે એફેડ્રિનનો બિઝનેસ કરવાના કેસમાં રજુ કરવામાં આવ્યો છે.  ઠાણે પોલીસે ગયા વર્ષે સોલાપુરથી લગભગ 2000 કરોડ રૂપિયાની ડ્રગ જપ્ત કરી હતી. તેના વેચાણના ટોળાને કેન્યા મોકલવાનું હતુ. એવુ માનવામાં આવે છે કે બંને આ સમયે ભારતમાંથી બહાર છે. ગયા વર્ષે પોલીસે છાપો માર્યો હતો.. 
 
- વિકી ગોસ્વામી અને મમતા કુલકર્ણી વિરુદ્ધ વોરંટ ઠાણે ડિસ્ટ્રિક્ટ જજ એચએમ પટવર્ધને રજુ કર્યો. 
- ઉલ્લેખનીય છે કે 2015 માં ઠાણે પોલીસે સોલાપુરની એર્વોન લાઈફસાયંસસેસ પર છાપો મારીને 18.5 ટન એફેડ્રિન જપ્ત કર્યુ હતુ. 
- પોલીસ મુજબ આ ડ્રગની કિમંત લગભગ 2000 કરોડ રૂપિયા હતી. તેને કેન્યામાં વિકી ગોસ્વામીના ગેંગને મોકલવાની હતી. આ મામલે 10 લોકોની ધરપકડ થઈ છે. 
- ઉલ્લેખનીય છે કે વિકીને ડ્રગ તસ્કરીના આરોપમાં અમેરિકાની રિકવેસ્ટ પર નવેમ્બર 2014માં કેન્યાના મોંબાસાથી ધરપકડ કરવામાં આવી હતી. 
- તેના ત્રણ અન્ય મિત્રો બક્તાશા અકાશા. ઈબ્રાહિમ અકાશા અને પાકિસ્તાની ગુલામ હુસૈનને પણ અરેસ્ટ કરવામાં આવ્યા હતા. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દર્શકોને આકર્ષિત કરતી ગુજરાતી ફિલ્મ "સુપરસ્ટાર"એ 9મા સપ્તાહમાં પ્રવેશ મેળવ્યો