Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 26 April 2025
webdunia

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા - તારક મહેતા: ટપુ છોડી રહ્યો છે સિરિયલ

Tarak Mehta Ka Oolta Chashmah
, રવિવાર, 12 ડિસેમ્બર 2021 (16:54 IST)
તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા દર્શકો પૉપુલર શો છે. આ શોની દરેક ભૂમિકાને ખૂબ પસંદ કરાય છે. પણ ગયા કેટલાક સમયમાં ઘણા જૂના કળાકાર આ શોને અલવિદા કહી દીધુ છે. હવે ખબર આવી રહી છે કે ટ્પ્પૂની ભૂમિકા ભજવનાર એક્ટર રાજ અનાદકટ પણ શોને અલવિદા કહી રહ્યા છે. 
 
જણાવી રહ્યુ છે કે રાજ ખોબ સમયથી આ શો છોડવાની તૈયારી કરી રહ્યા હતા. તેણે આ સમયે પ્રોડ્કશન હાઉસથી વાત પણ કરી. પણ હવે વાત ફાઈનલ નથી થઈ છે.
 
રાજ અનડકટનો કોન્ટ્રાક્ટ રિન્યૂ થવાનો છે અને હવે એક્ટર અને પ્રોડક્શન હાઉસે કોન્ટ્રાક્ટને આગળ ન લેવાનો નિર્ણય કર્યો છે. બંને વચ્ચે વાતચીત થઈ. રાજ ક્રિસમસ પહેલા તેના ભાગનું શૂટિંગ પૂરું કરશે.
 
રાજ પહેલા ભવ્ય ગાંધી, નેહા મહેતા, ગુરચરણ સિંહ અને નિધિ ભાનુશાલી શોને અલવિદા કહી ચૂક્યા છે. તે જ સમયે, શોમાં દયાબેનનું પાત્ર ભજવતી દિશા વાકાણી પણ લાંબા સમયથી શોમાં પાછી આવી નથી. રાજે 2017માં શોમાં એન્ટ્રી કરી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Katrina and Vicky Haldi Photos : હળદર લગાવતા એકબીજામાં ખોવાય ગયા વિક્કી-કેટરીના જુઓ Photos