Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 2 April 2025
webdunia

'વીરે દી વેડિંગ' પછી હવે 'રસભરી'માં જોવા મળશે સ્વરા ભાસ્કર, જાણો કેવી છે સ્ટોરી

'વીરે દી વેડિંગ'
નવી દિલ્હી , શુક્રવાર, 8 જૂન 2018 (11:30 IST)
. ફિલ્મ વીરે દી વેડિંગ પછી બોલીવુડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર ટૂંક સમયમાં જ એક ડિઝિટલ શ્રેણીમાં જોવા મળવાની છે. જેનુ નમ 'રસભરી' છે.  જે એક શાળાના વિદ્યાર્થી પર આધારિત છે. આ શાળાના વિદ્યાર્થીનું  સમયની સાથે સાથે પોતાના ઈગ્લિશ શિક્ષક પ્રત્યે આકર્ષણ વધતુ જાય છે.  ન્યૂઝ એજંસી મુજબ અપ્લોઝ એંટરટેનમેંટ આ શો પર કામ કરી રહ્યુ છે. આ મેરઠની પુષ્ઠભૂમિ પર આધારિત રહેશે. 
webdunia
અહી 11મી કક્ષાના વિદ્યાર્થી નંદની સ્ટોરી છે. જેને પોતાની ઈગ્લિશ ટીચર શન્નો મેડમ સાથે પ્રેમ થઈ જાય છે અને તેનુ આ આકર્ષણ સમયની સાથે સાથે વધતુ જાય છે.  શન્નોના પાત્રમાં સ્વરા જોવા મળશે. તેનુ નિર્દેશન નિખિલ ભટ્ટ કરશે અને તેની પટકથા શાંતનુ શ્રીવાસ્તવ દ્વારા લિખિત છે. તેમા આયુષ્માન સક્સેના નંદના રૂપમાં જોવા મળશે. 
webdunia
સ્વરાએ પોતાના પાત્ર વિશે કહ્યુ, 'હું હંમેશા એવી ભૂમિકાઓ ભજવુ છુ જે મારી માટે પડકારરૂપ હોય જેના દ્વારા મારી રચનાત્મકતા બહાર આવી શકે અને મને સંતુષ્ટ કરી શકે. રસભરી અદ્દભૂત અનુભવ રહ્યો. શન્નોના પાત્રનો મે આનંદ લીધો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શાહરૂખની બહેન નૂરજહાં પાકિસ્તાનના પેશાવરથી ચૂંટણી લડશે