Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જીન્નત અમાનના અવતારમાં સની લિયોની ?

જીન્નત અમાનના અવતારમાં સની લિયોની ?
, સોમવાર, 2 માર્ચ 2015 (15:46 IST)
ફિલ્મ 'સત્યમ શિવમ સુંદરમ'ની જીનત અમાનને આજ સુધી કોઈ ભૂલી નથી શક્યુ. 
આ ફિલ્મમાં જીનતે પોતાના બોલ્ડ અભિનયથી સૌને ચોંકાવી દીધા હતા. પોતાની આવનારી ફિલ્મ 'એક પહેલી લીલા' માં સની લિયોની 'સત્યમ શિવમ સુંદરમ' ની જીનત અમાનની યાદો તાજી કરતી જોવા મળશે. 

સની લિયોનીના વધુ હોટ શોટ ફોટા આગળ 
webdunia

અંગ્રેજી છાપા ડીએનએ મુજબ સની લિયોન પોતાની આ ફિલ્મમા સફેદ સાડીમાં લપેટાયેલી બિલકુલ એ જ લુકમાં જોવા મળશે જેવી 'સત્યમ શિવમ સુંદરમ'માં જીનત અમાન જોવા મળી હતી. 
webdunia

ફિલ્મ 'એક પહેલી લીલા' નુ નિર્દેશન બોબી ખાન કરી રહ્યા છે. તેમણે જણાવ્યુ, 'સત્યમ શિવમ સુંદરમ'માં જીનત અમાનની સુંદરતા ખૂબ જ સારી રીતે કેમેરામાં કેદ કરવામાં આવી  હતી. જ્યારે મે આ વિશે સની સાથે વાત કરી તો તે પણ જીનત અમાનનુ લુક અપનાવવા તૈયાર થઈ ગઈ. જો કે જીનત અમાનની જેમ સની આ માટે ટોપલેસ નથી થવાની. 
 
ફિલ્મ 'એક પહેલી લીલા' 10 એપ્રિલના રોજ રજુ થવાની છે. તેમા સની ત્રણ જુદા જુદા પાત્રમાં જોવા મળશે. હવે જોવાનુ એ છે કે આ ફિલ્મમાં સની સફેદ સાડીમાં જીનત અમાન જેવો જાદુ ચલાવી શકે છે કે નહી.  

Share this Story:

Follow Webdunia gujarati