Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હાઉસ વાઈફે સની લિયોન વિરુદ્ધ અશ્લીલતા ફેલાવવાનો કેસ કર્યો

હાઉસ વાઈફે સની લિયોન વિરુદ્ધ અશ્લીલતા ફેલાવવાનો કેસ કર્યો
ઠાણે. , શનિવાર, 16 મે 2015 (12:05 IST)
મુંબઈ પોલીસે બોલીવુડ અભિનેત્રી સની લિયોન પર વેબસાઈટ અને સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર કથિત રૂપે અશ્લીલતા ફેલાવવાનો કેસ નોંધ્યો છે. 
 
લિયોન પર આ મામલો ડોમ્બીવલી પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યો છે. શુક્રવારે પોલીસ તરફથી રજુ એક જાહેરાતના મુજબ 34 વર્ષીય અભિનેત્રીને ગુરૂવારે રાતે આઈપીસી અને ભારતીય મહિલા પ્રતિનિધિત્વ અને આઈટી કાયદાની વિવિધ ધારાઓ હેઠળ આરોપ લગાવ્યો છે.  આ કેસ એક હાઉસ વાઈફ અજલિ પાલન(30) ની ફરિયાદના આધારે નોંધવામાં આવ્યો છે.  અંજલિએ ફરિયાદ કરી કે ઈંટરનેટ પર સર્ફિંગ દરમિયાન આ અભિનેત્રીના અનેક અશ્લીલ ફોટા અને તસ્વીરો જોવા મળી.  અભિનેત્રીની વેબસાઈટ પર પણ આપત્તિજનક સામગ્રી રહેલી છે. અંજલિએ કહ્યુ, 'આ પ્રકારની પોસ્ટ લોકો વિશેષરૂપે બાળકોના મસ્તિષ્ક પર ખોટી અસર નાખશે.' ડોમ્બીવલી પોલીસે આગળની તપાસ માટે આ મામલો સાઈબર સેલના હવાલાથી કરી દીધો છે. 

Share this Story:

Follow Webdunia gujarati