Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Spider Man No Way Home Review: જૂના સ્પાઈડી ફેન્સની પણ ઈચ્છા થઈ પુરી, સ્પાઈડર મેન: નો વે હોમમા મળી સરપ્રાઈઝ

Spider Man No Way Home Review: જૂના સ્પાઈડી ફેન્સની પણ ઈચ્છા થઈ પુરી, સ્પાઈડર મેન: નો વે હોમમા મળી સરપ્રાઈઝ
, શુક્રવાર, 17 ડિસેમ્બર 2021 (16:29 IST)
ફિલ્મ -સ્પાઈડર મેન - નો વે હોમ 
નિર્દેશક - જોન વોટ્સ 
કલાકાર - ટૉમ હોલેંડ, જેંડાયા, બેનેડિક્ટ કમ્બરબેચ, જૈકબ બટાલોન, જેમી ફોકસ ઔર અલ્ફેડ મોલિના 
રિલિઝ - થિયેટર્સ 
 
 
છેલ્લા લાંબા સમયથી ફેંસને ફિલ્મ સ્પાઈડર-મેન નો વે હોમ ની  રાહ જોઈ રહ્યા હતા. થિયેટર્સની એડવાંસ બુકિંગ્સથી લઈને સોશિયલ મીડિયા મીમ્સ સુધી દરેક સ્થાને સ્પાઈડર મેનનો ક્રેઝ જોરદાર જોવા મળી રહ્યો હતો. આ ફિલ્મને લઈને ખાસ વાત એ હતી કે મોટા શહેર એટલે કે મલ્ટીપ્લેક્સમાં ફિલ્મો જોનારા જ નહી પણ સિંગલ સ્ક્રીનના દર્શક પણ આ ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા અને છેવટે દરેકની આતુરતાનો અંત આવ્યો છે અને સ્પાઈડર મેન ઓ વે હોમ રજુ થઈ ચુકી છે. તો ચાલો તમને બતાવીએ કે કેવી છે સ્પાઈડર મૈન નો વે હોમ ? 
 
શુ છે સ્ટોરી -  'સ્પાઈડર મેન: નો વે હોમ'ની વાર્તા જ્યાં 'સ્પાઈડર મેન: ફાર ફ્રોમ હોમ'  જ્યાથી પૂરી થઈ ત્યાંથી આ શરૂ થાય છે. પીટર પાર્કર (ટોમ હોલેન્ડ) સ્પાઈડર મેન તરીકે જીવન જીવે છે અને સાથે જ દરેકને મદદ કરે છે. આખી દુનિયા જાણે છે કે પીટર સ્પાઈડર મેન છે, જેને કારણે તેની મુશ્કેલીઓ વઘી ગઈ છે, જો કે હવે તેના મિત્રો છે જેઓ તેનું રહસ્ય જાણે છે અને તેને પ્રેમ કરે છે. પરંતુ આ હોવા છતાં, પીટર પાર્કર કંઈક ચૂકી જાય છે અને તે વસ્તુ તે પોતે છે. આવી સ્થિતિમાં પીટર ડોક્ટર સ્ટીફન સ્ટ્રેન્જ (બેનેડિક્ટ કમ્બરબેચ)ને મળે છે. પીટર ડૉ. સ્ટ્રેન્જને પહેલાની જેમ બધું કરવાનું કહે છે, જેથી તે પણ સામાન્ય માનવીની જેમ જીવી શકે, પરંતુ ડૉ. સ્ટ્રેન્જના જાદુ પછી પણ બધુ પહેલા જેવુ થતુ નથી.  અપેક્ષા મુજબ થતું નથી. પીટરનું જીવન સરળ બનવાને બદલે વધુ મુશ્કેલ બની જાય છે, કારણ કે આમ કરવાથી જૂના વિલન પણ પાછા ફરે છે. આ પછી, પીટર આ મુશ્કેલીઓનો કેવી રીતે સામનો કરે છે અને તે જીતવામાં સક્ષમ થાય છે કે નહીં તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે. સાથે જ સ્પાઇડર-મેનના જૂના ચાહકો આ ફિલ્મથી નિરાશ નહીં થાય કારણ કે તેમના માટે પણ કંઈક ખાસ છે.
 
શુ છે ખાસ : 'સ્પાઈડર મેન નો વે હોમ. જૂની માર્વેલ ફિલ્મોના અંદાજથી થોડી જુદી છે અને તેને એક ડગલુ આગળ લઈ જવાનુ કામ કરે છે. ફિલ્મના બૈક ગ્રાઉંડ મ્યુઝિકથી લઈને કેમરા વર્ક સુધી બધુ ખૂબ શાનદાર છે. ફિલ્મના વિજુએલ ઈફેક્ટ્સ પણ તમએન તાલી વગાડવા અને સીટીઓ પાડવા મજબૂર કરી દેશે. ગ્રીન ગોબ્લિન (વિલિયમ ડેફો), ડૉ. ઓટ્ટો ઓક્ટાવીયસ (આલ્ફ્રેડ મોલિના), ઈલેક્ટ્રો (જેમી ફોક્સ), સેન્ડમેન (થોમસ હેડન ચર્ચ) અને લિઝાર્ડ (રિસ ઈફન્સ) સહિતના અનેક ખલનાયકો સાથે સ્પાઈડર-મેનની લડાઈ ખૂબ જ બતાવવામાં આવી છે. રસપ્રદ રીતે, આ વિલન પણ જૂના રૂપ કરતાં વધુ શક્તિશાળી બની ગયા છે. આવામાં સ્પાઈડર મેનને પણ તેને હરાવવા મટે અનેક વાર કરવા પડે છે. બાકી ટોમ પહેલા ટોબી મેગ્વાયર અને એન્ડ્રુ ગારફિલ્ડ પણ સ્પાઈડર મેનની ભૂમિકા ભજવી ચૂક્યા છે અને તેઓ પણ આ ફિલ્મ જોવા માટે ખૂબ જ ઉત્સાહિત હશે.  સાથે જ ફિલ્મ વિશે એક વધુ ખાસ વાત એ છે કે ડિરેક્ટર જોન વોટ્સે તેને જૂના એપિસોડ સાથે ખૂબ સારી રીતે જોડ્યું છે. 
 
આ ફિલ્મ જોવી કે નહી - આમ તો માર્વલ યૂનિવર્સની બધી ફિલ્મો એક બીજા સાથે કનેક્ટેડ છે અને જો તમારે સારી રીતે સમજવુ છે તો તમરે એ બધાને જોવા જોઈએ. કારણ કે આ બધી ફિલ્મોની સ્ટોરીને એક બીજા સાથે ખૂબ ઝીણવટાઈથી જોડવામાં આવ્યુ છે. બીજી બાજુ સ્પાઈડર મેન નો વે હોમ ની વાત કરીએ તો આ ફિલ્મને તમારે જરૂર જોવી જોઈએ. જો કે જો તમે આની પહેલાની ફિલ્મો એટલે સ્પાઈડરમેન, સ્પાઈડરમેન 2, સ્પાઈડર મેન 3, ધ અમેજિંગ સ્પાઈડર મેન અને ધ અમેજિંગ સ્પાઈડર મેન 2 જોઈ ચુક્યા છો તો આ ફિલ્મનો એક્સપીરિયંસ તમને વધુ મજેદાર થઈ જશે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Miss world 2021 Postponed : મિસ વર્લ્ડ 2021નો ગ્રાન્ડ ફિનાલે મોકૂફ, 90 દિવસમાં ઈવેન્ટ કરવાની જાહેરાત, 17 પ્રતિયોગી હતા કોરોના પોઝિટિવ