ટોમ હોલેન્ડ સ્ટારર હોલીવુડ ફિલ્મ 'સ્પાઈડર મેનઃ નો વે હોમ' 16 ડિસેમ્બરે ભારતીય થિયેટરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને લઈને ચાહકોમાં જબરદસ્ત ક્રેઝ હતો. ભારતીય દર્શકો સ્પાઈડર મેન માટે કેટલા દિવાના છે, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે દર્શકોએ આ ફિલ્મ માટે અગાઉથી ટિકિટ બુક કરાવી હતી. સ્પાઇડર મેન નો વે હોમ રિલીઝના પ્રથમ દિવસે જબરદસ્ત હિટ રહી હતી, માત્ર 10 દિવસમાં આ ફિલ્મ 100 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે. આ ફિલ્મને રિલીઝ થયાને 18 દિવસ થઈ ગયા છે પરંતુ હજુ પણ દર્શકોમાં તેનો ક્રેઝ છે અને ફિલ્મ બમ્પર કમાણી કરી રહી છે. સ્પાઈડરમેન - નો વે હોમે આ સફળતા એવા સમયે હાંસલ કરી છે જ્યારે બોલિવૂડની ઘણી ફિલ્મો થિયેટરોમાં દર્શકો માટે સંઘર્ષ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે સુપરહીરો ફિલ્મ 'સ્પાઇડરમેનઃ નો વે હોમ' 16 ડિસેમ્બર, ગુરુવારના રોજ રિલીઝ થઈ હતી. વર્કિંગ ડે તથા ઓમિક્રોનનો ડરની વચ્ચે ફિલ્મે પહેલા દિવસે 32.67 કરોડની કમાણી કરી હતી. 'સૂર્યવંશી' 5 નવેમ્બરના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ ફેસ્ટિવલ સીઝનમાં રિલીઝ થઈ હતી અને પહેલા દિવસે 26.50 કરોડની કમાણી કરી હતી
ભારતમાં હોલિવૂડની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ
એવેન્જર્સ એન્ડ ગેમઃ 367.43 કરોડ
એવેન્જર્સ ઇન્ફિનિટી વૉરઃ 228.5 કરોડ
સ્પાઇડરમેનઃ નો વે હોમઃ 202.34 કરોડ
નવાઈની વાત એ છે કે ત્રણેય ફિલ્મ માર્વેલ ફિલ્મ્સની છે.