Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ડ્રગ્સ કેસ - આર્યનની મુશ્કેલીઓ વધી, હવે 30 ઓક્ટોબર સુધી NDPS કોર્ટે કસ્ટડી વધારી

ડ્રગ્સ કેસ - આર્યનની મુશ્કેલીઓ વધી, હવે 30 ઓક્ટોબર સુધી  NDPS કોર્ટે કસ્ટડી વધારી
, ગુરુવાર, 21 ઑક્ટોબર 2021 (17:49 IST)
સ્પેશલ એનડીપીએસ કોર્ટે આર્યન ખાન અને અન્ય લોકોની જ્યુડિશિયલ કસ્ટડીને 30 ઓક્ટોબર સુધી આગળ વધારી છે. બુધવારે જ કોર્ટે આર્યન ખાનને જામીન આપવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ આર્યન ખાને હાઈકોર્ટમાં અરજી કરી છે. જેના પર કોર્ટે મંગળવારે સુનાવણી કરવાનો નિર્ણય કર્યો છે.  આ દરમિયાન અનન્યા પાંડે ગુરૂવારે બપોરે 3:30 વાગ્યાના નિકટ એનસીબીની ઓફિસ પહોંચી અને એજંસી તરફથી પૂછવામાં આવેલા સવાલોના જવાબ  આપ્યા. અભિનેત્રીએ પોતાના પિતા ચંકી પાંડે સાથે એનસીબીની ઓફિસ પહોંચી હતી.  આર્યન ખાન પાસે ડ્ર્ગ્સને લઈને અનન્યાની તરફથી વોટ્સએપ ચેટ કરવાની વાત સામે આવી હતી. જે માટે એજંસીએ તેમની પૂછપરછ માટે તેને બોલાવી હતી. 
 
આ પહેલા ગુરુવારે સવારે એનસીબીની ટીમ અનન્યા પાંડેના ઘરે આ મામલાની તપાસ કરવા પહોંચી હતી. એટલું જ નહીં, એ જ ટીમ અભિનેતા શાહરૂખ ખાનના ઘરે પહોંચી અને તેની મેનેજર પૂજા દદલાની પાસે આર્યન ખાનની મેડિકલ હિસ્ટ્રી અને અન્ય વસ્તુઓ વિશે માહિતી માંગી. એટલું જ નહીં, એજન્સી વતી શાહરૂખ ખાનને પૂછવામાં આવ્યું કે જો તમારી પાસે આર્યન ખાનનું અન્ય કોઇ ઇલેક્ટ્રોનિક ઉપકરણ હોય તો તેના વિશે માહિતી આપો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અનન્યા પાંડેના ઘરે NCBએ પાડ્યા દરોડા- બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડેના ઘરે પહોંચી NCBની ટીમ