Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સોનમ કપૂરને સ્વાઈન ફ્લુ, ગુજરાતમાં શૂટિંગ દરમિયાન સોનમ પડી બીમાર

સોનમ કપૂરને સ્વાઈન ફ્લુ, ગુજરાતમાં શૂટિંગ દરમિયાન સોનમ પડી બીમાર
, સોમવાર, 2 માર્ચ 2015 (14:40 IST)
સ્વાઈન ફ્લુની ચપેટમાં આવેલી અભિનેત્રી સોનમ કપૂરને મુંબઈના કોકીલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આજે સવારે 9 વાગ્યે સોનમને રાજકોટના સ્ટર્લિંગ હોસ્પિટલમાથી મુંબઈ કોકિલાબેન શિફ્ટ કરવામાં આવી. સોનમ સવારે હવાઈ જહાજ દ્વારા મુંબઈ આવી


 
 
 
સોનમને સ્વાઈન ફ્લુની આશંકા પછી ગુજરાતના રાજકોટના સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ટેસ્ટમાં સોનમને સ્વાઈન ફ્લુની રિપોર્ટ આવી. 
 
સોનમની ફિલ્મ 'પ્રેમ રતન ધન પાયો' ની શૂટિંગ ગુજરાતમાં ચાલી રહી છે. તે રાજકોટના ગોંડલના રાજમહેલમાં ફિલ્મનુ શૂટિંગ કરી રહી હતી. શૂટિંગ દરમિયાન સોનમને ખાંસી અને તાવની ફરિયાદ રહી હતી. જ્યાર પછી તેને તરત જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. 
 
સ્વાઈન ફ્લુના લક્ષણ દેખાતા ટેસ્ટ માટે તેનુ બ્લડ સેંપલ લેવામાં આવ્યુ. રિપોર્ટ્સમાં તેને સ્વાઈન ફ્લુની ચોખવટ થઈ. સોનમન્ના ટેસ્ટમાં પોઝીટીવ રિપોર્ટ આવ્યા પછી તેમની ફિલ્મના હીરો સલમાન ખાનનો પણ ટેસ્ટ કરાવવામાં આવ્યો જેમા તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો. 
 
અત્રે એ ઉલ્લેખનીય છે કે આ પહેલા ફિલ્મકાર વિધૂ વિનોદ ચોપડાની પત્ની અને જાણીતી ટીવી હોસ્ટ અનુપમા ચોપડા પણ સ્વાઈન ફ્લુની ચપેટમાં આવી ચુકી છે. 
 
દેશના અનેક રાજ્ય સ્વાઈન ફ્લુની ચપેટમાં છે. દેશભરમાં સ્વાઈન ફ્લુથી મરનારાઓની સંખ્યા સતત વધી રહી છે.  

Share this Story:

Follow Webdunia gujarati