Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

એસ.પી બાલાસુબ્રમણ્યમનુ કોરોનાથી મોત, જેમની અવાજ વગર અધૂરા છે સલમાન ખાન

એસ.પી બાલાસુબ્રમણ્યમનુ કોરોનાથી મોત, જેમની અવાજ વગર અધૂરા છે સલમાન ખાન
, શનિવાર, 26 સપ્ટેમ્બર 2020 (09:55 IST)
દિગ્ગજ ગાયક એસપી બાલા સુબ્રમણ્યમનું નિધન, બોલિવૂડમાં પ્રખ્યાત ગાયકના અવસાનના સમાચાર સાંભળીને મોટો આંચકો લાગ્યો છે. હા, વર્ષ 2020 એક પછી એક આંચકા આપી રહ્યુ છે. આ વર્ષ અનેક લોકોના જીવનમાં નિરાશા લાવ્યું છે. રોજ અનેક પ્રકારના સમાચાર સાંભળીને લોકો પરેશાન થઈ રહ્યા છે તો બીજી બાજુ બોલીવુડમાં દર બીજા દિવસે શોકનું મોજું જોવા મળે છે. આપને જણાવી દઈએ કે એસપી બાલા સુબ્રમણ્યમનું શુક્રવારે બપોરે 1.45 કલાકે અવસાન થયું છે
 
ગયા મહિને તેઓ કોરોનાથી સંક્રમિત થયા હતા. ગુરુવારે હોસ્પિટલ જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી તેમની તરફથી એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું  કે તેમની હાલત ખૂબ નાજુક છે. મનોરંજન ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોએ આ સમાચાર અંગે શોક વ્યક્ત કર્યો છે. 5 ઓગસ્ટના રોજ તેમને હોસ્પિટલમાં દાખલ કરવાના સમાચાર આવ્યા હતા. તેમણે એક વીડિયો દ્વારા કહ્યું હતું કે તેમની અંદર કોઈ ખાસ લક્ષણો નથી. પરંતુ કોરોના કાળ વચ્ચે મનોરંજન ઉદ્યોગ માટે વધુ એક ખરાબ સમાચાર આવી ગયા કે પ્લેબેક સિંગર એસપી બાલા સુબ્રમણ્યમનું કોરોનાની  લાંબી લડત બાદ નિધન થયું છે. બાલા સુબ્રમણ્યમ સલમાન ખાનના અવાજ તરીકે પણ જાણીતા હતા. તેણે સલમાનના ઘણા હિટ ગીતો ગાયા છે. તેની હાલત નાજુક બનવાના સમાચાર બાદ સલમાન ખાને ગુરુવારે તેમની ઝડપથી સ્વસ્થતા માટે પ્રાર્થના કરી હતી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ-બ્યૂટી પાર્લરમાં કેમ જાય