Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સિદ્ધાર્થ શુક્લાની માતાએ કહ્યુ - તે જ્યાં પણ જાય, બસ ખુશ રહે.'

sidharth shukla
, મંગળવાર, 7 સપ્ટેમ્બર 2021 (16:11 IST)
એક્ટર સિદ્ધાર્થ શુક્લાની મોત બધાને માટે ચોંકાવનારી હતી. તેમની અંતિમ વિદાયના સમયે માતા અને તેમની બેન ભાંગી પડયા હતા. અંતિમ સંસ્કારના સમયે સિદ્ધાર્થની ખાસ મિત્ર શહનાઝ સિલ પણ અંતિમ યાત્રામાં જોડાઈ હતી. 
એક્ટર સિદ્ધાર્થ શુક્લાના અંતિમ સંસ્કાર બ્રહ્મ કુમારી સમાજની વિધિથી કરવામાં આવ્યા હતા.અંતિમ સંસ્કારમાં બ્રહ્મ કુમારી સમાજનના 2 લોકો જોડાયા હતા. 
બ્રહ્માકુમારી સિસ્ટર શિવાનીએ કહ્યું હતું, 'મેં 2 સપ્ટેમ્બરની સાંજે જ્યારે રીટાબહેન સાથે ફોન પર વાતી કરી તો તેમણે માત્ર એટલું કહ્યું, 'ઓમ શાંતિ.' તે ઓમ શાંતિમાં એટલી સ્થિરતા હતી, એટલી શક્તિ હતી. મેં વિચાર્યું કે માતાના મોંમાંથી બોલાયેલા આ શબ્દોમાં ભગવાન આ કઈ શક્તિ છે.'વધુમાં સિસ્ટર શિવાનીએ કહ્યું હતું, 'મેં તેમને ફરીવાર કહ્યું હતું કે રીટાબહેન, તમે ઠીક છો ને? તો તેમણે એમ કહ્યું હતું કે મારી પાસે પરમાત્માની શક્તિ છે. શું મહાન આત્મા છે, જેની માતા આટલી મહાન છે. એ સમયે પણ તેમના મનમાં એક જ સંકલ્પ હતો, તેમણે મને કહ્યું, 'તે જ્યાં પણ જાય, બસ ખુશ રહે.'
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ન્યૂડ વીડિયો લીક થતા પર રાધિકા આપ્ટેનો છ્ળક્યો દુખ કહ્યુ- ડ્રાઈવરથી લઈને વૉચમેન સુધી ઓળખી ગયા હતા