Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Debut કરવા તૈયાર છે શ્વેતા તિવારીની 16 વર્ષની પુત્રી Palak Tiwari, જાણો કયા ફિલ્મમાં જોવા મળશે

Debut  કરવા તૈયાર છે શ્વેતા તિવારીની 16 વર્ષની પુત્રી Palak Tiwari, જાણો કયા ફિલ્મમાં જોવા મળશે
, સોમવાર, 29 મે 2017 (12:21 IST)
ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી(36) તાજેતરમાં જ મા બની છે અને પોતાના બંને બાળકો સાથે આ ખૂબસૂરત દિવસોને કાફી એન્જૉય કરી રહી છે.  આ દરમિયાન સમાચાર છે કે શ્વેતાની પુત્રી પલક તિવારી બોલીવુડ ડેબ્યૂ કરવા જઈ રહી છે.  તાજેતરમાં જ ઈંટરવ્યૂમાં શ્વેતા તિવારીએ કહ્યુ છે તેમની પુત્રી બોલીવુડમાં ડેબ્યૂ માટે તૈયાર છે અને કેટલાક પ્રોજેક્ટો પર વાતચીત ચાલી રહી છે. શ્વેતાએ ન્યૂઝ એજંસી ભાષાને કહ્યુ, "હા પલક ફિલ્મ કરવ જઈ રહી છે. દર્શીલ સાથે એક ફિલ્મ માટે પણ તેની વાતચીત થઈ રહી છે. અધિકારિક નિવેદન જલ્દી રજુ કરવામાં આવશે. 
webdunia
ન્યૂઝ એજંસી મુજબ શ્વેતાની પુત્રી પલક તારે જમીન પર ફિલ્મથી જાણીતા બનેલા એક્ટર દર્શીલ સફારી સાથે ક્વીકિ ફિલ્મથી પોતાના બોલીવુડ કેરિયરની શરૂઆત કરી શકે છે. 
 
શ્વેતાની પુત્રી પલક તિવારી ઈંડ્સ્ટ્રીની ચર્ચિત ડોટર્સમાંથી કે છે. કેટલાક મહિના પહેલા પલકે ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યુ હતુ. પલક હાલ 16 વર્ષની છે. તેનો જન્મ 8 ઓક્ટોબર 2000માં થયો હતો.  તે શ્વેતા તિવારી અને તેમના પ્રથમ પતિ રાજા ચૌધરીની પુત્રી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ- Adult jokes