Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 10 April 2025
webdunia

બોલીવુડ ડ્રગસ કનેક્શન, શેર્લિન ચોપડાનો ઘડાકો, ક્રિકેટરો અને તેમની પત્નીઓ પણ લે છે ડ્રગ્સ

બોલીવુડ
, ગુરુવાર, 24 સપ્ટેમ્બર 2020 (17:32 IST)
બોલિવૂડ અભિનેત્રી શર્લિન ચોપડાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઝડપથી ફેલાતા ડ્રગ્સના મુદ્દે ખાનગી ન્યૂઝ ચેનલ સાથે વિશેષ વાતચીત કરી છે. શર્લિન ચોપરાએ કહ્યું કે જે એનસીબી કામ કરી રહી છે તે ખૂબ જ સારું કામ કરી રહી છે. આ સાથે જ શર્લિન ચોપરાએ એક મોટો ખુલાસો કરતા કહ્યું છે કે મોટા ક્રિકેટરો અને સુપરસ્ટારની પત્નીઓ ડ્રગ્સ લે છે.
 
ઉલ્લેખનીય છે કે, કોલકાતા નાઈટ રાઇડર્સ (કેકેઆર) એ ઇન્ડિયન પ્રીમિયર લીગની કોલકાતા ફ્રેન્ચાઇઝી છે. બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાન આ ફ્રેન્ચાઇઝની માલિકી ધરાવે છે.
 
"આ લોકો ડ્રગ્સ વિના કામ કરી શકતા નથી"
શર્લિન ચોપરાએ કહ્યું, 'આ વાત બહારના લોકો માટે થોડી શોકિઙ હશે, પરંતુ બોલિવૂડના લોકો સારી રીતે જાણે છે આ કે લોકો કૂકીન વ્યસની છે, જે ડ્રગ્સ વિના કામ કરી શકતા નથી.'
 
ચોપરાએ વધુમાં કહ્યું કે, મેં પાર્ટીમાં કોણે કોણે જોયેલા બધા લોકો યાદ છે. જ્યારે સમય આવશે ત્યારે હું તમને બધું જણાવીશ. મારે આ છુપાવવાનો કોઈ હેતુ નથી. હું ઇચ્છું છું કે આ ડ્રગ્સ સિન્ડિકેટનો સંપૂર્ણ રીતે ખુલાસો થઈ જાય  બધા સપ્લાયર્સ , જાહેર કરવામાં આવે. તમામ સપ્લાયર્સ અને ડીલરોનાં નામ બહાર આવવા જોઈએ. ત્યારબાદ હિન્દી ફિલ્મ ઉદ્યોગ સ્વચ્છ થઈ જાય 
 
સુશાંત સિંહ રાજપૂર પર શુ બોલી શેર્લિન 
 
શર્લિન ચોપરાએ NCB નો આભાર માનીને કહ્યું કે, "NCB એ ડ્રગ્સ કૈડલ નો ખુલાસો કર્યો છે. NCB માં  પ્રવેશ પહેલાં સુશાંત સિંહ રાજપૂતની મૃત્યુ બાદ કંગના રાનાઉતે સૌ પ્રથમ એવું કહ્યુ હતુ કે સુશાંતના હત્યારાઓનો ઈંડસ્ટ્રીના ડ્ર્ગસ કાતિલ સાથે ઊંડો સબંધ છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજ્જુ જોક - અધિક માસ