સલમાન ખાન, શાહરૂખ ખાન અને આમિર ખાન એક જ ફિલ્મમાં હોય તો આ ભારતીય સિનેમામા સદીનો ચમત્કાર હશે. અત્યાર સુધી તો આ બસ સપનુ જ લાગે છે. પણ આ સપનુ જલ્દી હકીકતમાં બદલાશે. આ ત્રણેય ખાનને એક સાથે લાવવાનુ બીડુ ઝડપ્યુ છે પ્રોડ્યુસર-ડાયરેક્ટર સાજિદ નડિયાદવાળા. સાજિદ આ ત્રણેયને એક જ ફિલ્મમાં લાવવાના ચમત્કારમાં લાગ્યા છે. સાજિદના એક નિકટસ્થ મુજબ ત્રણેય ખાન એક ફિલ્મમાં લેવાનો પ્લાન છે. તેઓ ફિલ્મનું નિર્દેશન પણ કરશે. સાજિદ આ પહેલા સલમાન ખાનની કિકને ડાયરેક્ટ કરી ચુક્યા છે.
અત્યાર સુધી આ ફિલ્મને લઈને વધુ વિગત આવવાની બાકી છે. તેમના મગજમાં અમર, અકબર, એંથોની જેવી કોઈ ફિલ્મ છે. આ સૂત્રના મુજબ ત્રણેય એક્ટરોને એ ફિલ્મમાં એક જેવુ ફુટેજ મળે એ જરૂરી મુદ્દો છે નહી તો તેમના ફૈન નારાજ થશે.