ફેંસની બેકરારીને જોતા છેવટે શાહિદ કપૂરે પોતાની પુત્રી મીશાની ફોટો સોશિયલ મીડિયા પર શેયર કરી જ દીધી. છેલ્લા ઘણા સમયથી શાહિદ મીશાને મીડિયાના કેમરામાં છુપાતા જોવા મળી રહ્યા છે.
મીશાનો જન્મ 26 જાન્યુઆરી 2016ના રોજ થયો હતો ત્યારથી જ શાહિદની પુત્રીને જોવા માટે લોકો બેતાબ દેખાય રહ્યા હતા. પણ શાહિદે અત્યાર સુધી પોતાની મીશાને સૌથી સંતાડી રાખી હતી.
મીડિયાએ જ્યારે પણ શાહિદ સાથે મીશનઈ ફોટો લેવા કહ્યુ તો તેનો જવાબ હતો જલ્દી જ હુ તેને સોશિયલ મીડિયા પર શેયર કરીશ. તમે બસ રાહ જુઓ. હુ આ ખાસ ક્ષણનો વેટ કરી રહ્યો છુ.
લોકોનું માનવુ હતુ કે કદાચ શાહિદ પોતાના બર્થડે પર મીશાની ફોટો શેર કરે પણ શાહિદે પોતના બર્થડે સુધી રાહ ન જોઈએ.
શાહિદ અને મીરાના લગ્ન 7 જુલાઈ 2015ના રોજ થયા હતા. તસ્વીરમાં મીરા મીશા સાથે છે અને લખ્યુ છે "હેલો વર્લ્ડ"