Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શાહરૂખના ઘૂંટણનું સફળ ઓપરેશન

શાહરૂખના ઘૂંટણનું સફળ ઓપરેશન
મુંબઈ. , શુક્રવાર, 22 મે 2015 (11:43 IST)
બોલીવુડના સુપર સ્ટાર શાહરૂખ ખાનના ડાબા ઘૂંટણની આર્થોસ્કોપિક સર્જરી ગુરૂવારે કરવામાં આવી. જે સફળ રહી. તેમણે ત્રન ચાર દિવસ સંપૂર્ણ રીતે આરામ કરવાની સલાહ આપવામાં આવે છે. એક ચિકિત્સકે આ માહિતી આપી. શાહરૂખની સર્જરી અહીના બેચ કૈંડી હોસ્પિટલમાં થઈ. 
 
49 વર્ષીય અભિનેતાના ઘૂંટણના ઓપરેશન કરનારા શલ્ય ચિકિત્સક સંજય દેસાઈએ એક નિવેદનમાં કહ્યુ, "શાહરૂખના ઘૂંટણમાં વારેઘડીએ દુ:ખાવો થઈ રહ્યો હતો. બીજી બાજુ  અનેક મહિનાથી તેમના ઘૂંટણ પર સોજો પણ હતો." તેમણે જણાવ્યુ કે ઓપરેશન સફળ રહ્યુ.  તેઓ હવે સારુ અનુભવી રહ્યા છે.  

Share this Story:

Follow Webdunia gujarati