Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભગવાનના અપમાનથી લઈને લવ જેહાદ સુધી, કેદારનાથ પર આ 5 વિવાદ

ભગવાનના અપમાનથી લઈને લવ જેહાદ સુધી, કેદારનાથ પર આ 5 વિવાદ
, શુક્રવાર, 7 ડિસેમ્બર 2018 (16:13 IST)
સારા અલી ખાનની બોલીવુડ ડેબ્યૂ ફિલ્મ કેદારનાથ મેકિંગના સમયથી ચર્ચામાં કાયમ બની છે.  શરૂઆતમાં ફિલ્મના પ્રોડ્યૂસર-ડાયરેક્ટર વચ્ચે વિવાદમાં ફસાઈ. એ મુદ્દો શાંત હોવ થયા પછી કેદારનાથ ધાર્મિક અને કાયદાકીય ગૂંચવણમાં ફસાય ગઈ છે. કેદારનાથ પર ધાર્મિક ભાવનાઓનુ અપમાન કરવા અને લવ જેહાદ ફેલાવવાનો આરોપ છે. ઉત્તરાખંડ હાઈકોર્ટમાં મૂવીને લઈને અરજી પણ દાખલ કરવામાં આવી છે. એક નજર જોઈએ કેદારનાથના વિવાદો પર 
webdunia
1.  નિર્માતા-ડાયરેક્ટર વચ્ચે વિવાદ - કેદારનાથના શૂટિંગ સમયે જ વિવાદની શરૂઆત થઈ હતી. ફેબ્રુઆરીમા ક્રિઅર્જ એંટરટેનમેંટના નિર્દેશક અભિષેક કપૂર પર આરોપ લગાવ્યો હતો કે તેમણે સમય પર ફિલ્મનુ પ્રોડક્શન ન કર્યુ અને તેમનુ વલણ અનપ્રોફેશનલ છે. ક્રિઅર્જ એંટરટેનમેંટએ કહ્યુ કે અભિષેક કપૂરના પ્રોડક્શન હાઉસ GITS (a guy in the sky pictures) દ્વારા ફેલાઈ ગયેલ માહિતીઓ ખોટી અને બેબુનિયાદી છે. GITS એ પોતાનુ કામ યોગ્ય રીતે કર્યુ નથી.  ફિલ્મના પ્રોડક્શનમાં ઘણુ મોડુ કરવામાં આવ્યુ.. GITSને કારણે ફિલ્મને શરૂ થતા જ નુકશાનનો સામનો કરવો પડ્યો છે. 
webdunia
2. નિર્માતા-ડાયરેક્ટર પર દગાબાજીનો આરોપ - નિર્માતા પ્રેરણા અરોરા અને નિર્દેશક અભિષેક કપૂર પર 16 કરોડની દગાખોરીનો આરોપ લગાવ્યો હતો. પદ્મા ફિલ્મ્સના અનિલ ગુપ્તાએ આરોપ લગાવ્યો કે ક્રિઅર્જ એંટરટેનમેંટએ તેમની સાથે 16 કરોડની દગાખોરી કરી. પ્રેરના અરોરા વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. તેમના વિરુદ્ધ ધારા 420, 467, 120b, 34 હેઠળ કાર્યવાહી થઈ. પણ ક્રિઅર્લ એંટરટેનમેટે આ આરોપોને ખોટા બતાવ્યા. 
webdunia
3. લવ જેહાદના આરોપમાં ફસાઈ કેદારનાથ - ફિલ્મ પર કેદારનાથ મંદિરના પુજારીઓએ આપત્તિ બતાવી છે.  કેદારનાથમાં પુજારીઓની એક ઓર્ગેનાઈઝેશન કેદાર સભાના ચેયરમેન વિનોદ શુકલાએ કહ્યુ કે જો ફિલ્મ બેન ન થઈ તો અમે આંદોલન કરી દઈશુ.  કારણ કે અમને જણાવ્યુ છેકે આ લવ જેહાદને પ્રોત્સાહિત કરે છે અને તેનાથી હિન્દુ ભાવના દુભાય છે. 
 
પર્યટૅન મંત્રી સતપાલ મહારાજે કેદારનાથ ફિલ્મના નામને લઈને આપત્તિ બતાવી. તેમણે કહ્યુ કે મને કેદારનાથ ફિલ્મના નામ પર પણ આપત્તિ છે.  ફિલ્મના નિર્માતા નિર્દેશકે ફિલ્મનુ નામ કઈ બીજુ મુકવુ જોઈતુ હતુ. સતપાલ મહારાજે સલાહ આપી કે ફિલ્મનુ નામ કયામત ઔર પ્યાર મુકી દેતા. મંત્રીએ કહ્યુ કે કેદારનાથ આપણા આરાધ્ય છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પણ આરાધ્ય છે. 
 
ઉલ્લેખનીય છે કે ટીઝરમાં સુશાંત અને સારા વચ્ચે એક બોલ્ડ સીન ફિલ્માવ્યુ. જેને જોઈને પુરોહિતો ઉપરાંત હિન્દુ સંગઠનોએ CBFC ને પત્ર લખીને કહ્યુ કે આ ફિલ્મ હિન્દુઓની ભાવનાઓની મજાક બનાવે છે.  જ્યારબાદ સેંસર બોર્ડે મૂવીને 2 કટ સાથે પાસ કરી. 
 
 
4. ઉત્તરાખંડ હાઈકોર્ટમાં અરજી નોંધાઈ -  ઉત્તરાખંડ હાઈકોર્ટમાં નિર્દેશક અભિષેક કપૂરની ફિલ્મ વિરુદ્ધ અરજી દાખલ કરવામા6 આવી. અરજીમાં ફિલ્મ પર હિંદુઓની ભાવનાઓને દુભાવવાનો આરોપ લગાવ્યો છે.  PIL સ્વામી દર્શન ભારતીએ કહ્યુ કે મૂવી હિન્દુઓના પવિત્ર ધામ પર એક ધબ્બો છે.  જનહિત અરજીમાં એ પણ આરોપ છે કે ફિલ્મના માધ્યમથી ભગવાન કેદારનાથનુ અપમાન કરવામાં આવી રહ્યુ છે.   PIL માં દાવો છે કે મૂવીના ટ્રેલરમાં બતાવ્યુ છે કે કેદારનાથ ઘાટીમાં સદીઓથી મુસ્લિમ લોકો રહી રહ્યા છે.  પણ હકીકતમાં ત્યા મુસ્લિમ સમુદાયનુ કોઈપણ રહેતુ  નથી. 
 
 
5. સારાની ડેબ્યૂ ફિલ્મને લઈને તકરાર - સમાચાર મુજબ ફિલ્મના નિર્દેશક અભિષેક કપૂરે લીડ એક્ટ્રેસ સારા અલી ખાનને કોર્ટમાં બોલાવી. ઉલ્લેખનીય છે કે કેદારનાથ સારાની પ્રથમ ફિલ્મ હતી. આ દરમિયાન સરાએ બીજી ફિલ્મ સિબા સાઈન કરી લીધી. કેદારનાથનુ શૂટિંગ મોડુ થવાને કારણે બંને ફિલ્મોની શૂટિંગ ડેટ્સ પણ ક્લેશ થઈ રહી હતી. 
 
નિર્દેશક ઈચ્છે છે કે કોર્ટ આ મામલે દખલગીરી કરે અને સારાને સમજાવે કે એક ફિલ્મની શૂટિંગ દરમિયાન તે બીજી મૂવી પર કામ નથી કરી શકતી. અભિષેકે કૉન્ટ્રેક્ટ તોડવા અને ક્ષતિપૂર્તિ માટે સારા પાસે 5 કરોડ રૂપિયાનુ વળતર પણ માંગ્યુ. પણ પછી સેફ અલી ખાન અને કરણ જોહરની દખલગીરીથી મામલો શાંત થયો છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ -બહાર બહુ ઠંડ છે