Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સંગીતા બિજલાનીના ફાર્મ હાઉસ પર થઈ ચોરી, તોડફોડ કર્યા બાદ ચોર કિમતી સામાન લઈને થયા ફરાર

Sangeeta Bijlani
, શનિવાર, 19 જુલાઈ 2025 (12:34 IST)
Sangeeta Bijlani
બોલીવુડની જાણીતી અદાકારા સંગીતા બિજલાનીના પુણે સ્થિત ફાર્મ હાઉસ પર ચોરોએ તોડફોડ કરી અને તેમના ઘરમાંથી અનેક કિમતી સામાન પણ ચોરી કર્યો. અભિનેત્રીએ અનેક દિવસોથી ફાર્મ હાઉસ ગઈ નહોતી અને જ્યારે ત્યા પહોચી તો પોતાના ઘરની પરિસ્થિતિ જોઈને દંગ રહી ગઈ. સંગીતાએ લોનાવાલા ગ્રામીણ પોલીસમાં ચોરીની ફરિયાદ કરાવી છે.  જ્યારબાદ પોલીસે હવે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. લોનાવલાના નિકટના પવન માવલ વિસ્તારમાં સંગીતાનુ ફાર્મ હાઉસ છે. જ્યા કોઈએ પરમ દિવસે રાત્રે ચોરી કરી. જ્યારે આ ઘટના બની ત્યારે ઘટના સ્થળ પર સંગીતા કે તેના નોકર કોઈપણ હાજર નહોતા.  
 
સંગીતા બિજલાનીના ફાર્મ હાઉસ પર થઈ ચોરી 
પુણે ગ્રામીણ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, અભિનેત્રી સંગીતા બિજલાણીએ જણાવ્યું હતું કે, 'ફાર્મહાઉસનો મુખ્ય દરવાજો અને બારીની ગ્રીલ તૂટેલી હતી. એક ટીવી સેટ ગાયબ હતો, બેડ અને રેફ્રિજરેટર સહિત ઘણી કિંમતી ઘરવખરીનો સામાન ગાયબ હતો. ઉપરાંત, સીસીટીવી કેમેરા પણ તૂટેલા હતા.' તે જ સમયે, સંગીતાએ પુણે ગ્રામીણ એસપી સંદીપ સિંહ ગિલને જણાવ્યું હતું કે, 'મારા પિતાની તબિયત ખરાબ હોવાને કારણે હું ફાર્મ હાઉસ જઈ શકી ન હતી... પરંતુ, આજે જ્યારે હું મારા બે ઘરકામ કરનારાઓ સાથે ફાર્મ હાઉસ ગઈ ત્યારે મેં જોયું કે મુખ્ય દરવાજો તૂટેલો હતો. જ્યારે અમે અંદર ગયા ત્યારે મારી કિંમતી વસ્તુઓ ચોરાઈ ગઈ હતી.'
 
16 વર્ષની ઉંમરે મોડેલ બની
 
હિન્દી સિનેમાની ફિટ અને સુંદર અભિનેત્રી સંગીતા બિજલાણીએ માત્ર 16 વર્ષની ઉંમરે મોડેલિંગ શરૂ કર્યું. 1980માં મિસ ઈન્ડિયાનો તાજ જીત્યા બાદ, સંગીતાએ બોલિવૂડમાં પ્રવેશ કર્યો અને પ્રખ્યાત થઈ, ત્યારબાદ તે 'ત્રિદેવ', 'વિષ્ણુ દેવા' અને 'યુગંધર' જેવી ફિલ્મોમાં જોવા મળી. 80 અને 90 ના દાયકામાં બોલિવૂડમાં સક્રિય રહેલી સંગીતાએ પોતાની કારકિર્દીમાં 'હથિયાર', 'યોદ્ધા', 'ઇજ્જત' અને 'યુગંધર' સહિત ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ - ગિફ્ટમાં શું જોઈએ