Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Saif Ali Khan: હોસ્પિટલ પહોચાડનારા ઓટો ડ્રાઈવરને મળ્યા સેફ અલી ખાન, શર્મિલા ટૈગોરે આપ્યો આશીર્વાદ

Saif ali khan
, બુધવાર, 22 જાન્યુઆરી 2025 (17:47 IST)
16 જાન્યુઆરીના રોજ અભિનેતા સેફ અલી ખાનના ઘરમાં ઘુસીને એક વ્યક્તિએ તેમના પર ચપ્પુથી હુમલો કર્યો, એ વ્યક્તિ ચોરીના ઈરાદાથી અભિનેતાના ઘરમાં ઘુસ્યો હતો. સેફ અલી ખાન આ હુમલામાં ગંભીર રૂપે ઘવાયા હતા. આવામાં એક ઓટો ડ્રાઈવરે સેફ અલી ખાનને સમયસર હોસ્પિટલ પહોચાડ્યો. તાજેતરમાં જ સેફ એ જ ઓટો ડ્રાઈવરને મળ્યા. 
 
સેફ અલી ખાનને સમયસર ઓટો ડ્રાઈવર ભજનસિંહ રાણાએ હોસ્પિટલ પહોચાડ્યા હતા. તાજેતરમાં અભિનેતાએ આ ડ્રાઈવરની મુલાકાત કરી છે. સેફ અલી ખાનની માતા શર્મિલા ટૈગોરે પણ ઓટો ડ્રાઈવરનો આભાર માન્યો છે અને તેને આશીર્વાદ પણ આપ્યા છે.  
 
મુલાકાત પછી ડ્રાઈવરે શુ કહ્યુ 
ઓટો ડ્રાઈવર ભજન સિંહ રાણાએ પીટીઆઈને જણાવ્યુ - હુ સેફ અલી ખાનને હોસ્પિટલમા મળ્યો હતો. તેમને મારો આભાર માન્યો અને સાથે જ મારા વખાણ પણ કર્યા.. મને સેફ અલી ખાન અને તેમના પરિવાર તરફથી આશીર્વાદ મળ્યો.  ભજન સિંહ રાણા આગળ કહે છે, સેફ અલી ખાને મને પોતાની માતા (શર્મિલા ટૈગોર) સાથે ભેટ કરાવી. મે તેમના ચરણસ્પર્શ કર્યા.  તેમને મને જે પણ યોગ્ય લાગ્યુ એ આપ્યુ અને કહ્યુ કે જ્યારે પણ મને મદદની જરૂર હશે તે હાજર રહેશે. 

 
મંગળવારે થઈ મુલાકાત 
સેફ અલી ખાન મંગળવારે હોસ્પિટલમાથી પોતાના ઘરે પરત ફર્યા છે. આ પહેલા તેમણે ઓટો ડ્રાઈવર સાથે મુલાકાત કરી. અભિનેતા સેફ અલી ખાન અને તેમની મમ્મી શર્મિલા ટૈગોરને મળીને ઓટો ડ્રાઈવર ખૂબ ખુશ છે.  આ મુલાકાતનો ઉલ્લેખ તેઓ અનેક ઈંટરવ્યુમાં કરી રહ્યા છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ - આખા શરીરની મસાજ