Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સન્માન વાપસી પર બોલી કરીના કપૂર

સન્માન વાપસી પર બોલી કરીના કપૂર
રાયપુર. , શનિવાર, 21 નવેમ્બર 2015 (15:19 IST)
દેશમાં અસહિષ્ણુતાને લઈને સાહિત્યકારો, કલાકારો અને વૈજ્ઞાનિકો દ્વારા સન્માન પરત કરવા પર બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાને કહ્યુ કે કોઈ પણ મુદ્દાને લઈને વ્યક્તિગત થવાની જરૂર નથી. પણ તેનુ સમાધાન કાઢવાની જરૂર છે. 
 
યૂનિસેફના એક કાર્યક્રમમાં ભાગ લીધા પછી કરીનાએ કહ્યુ, "સન્માન પરત કરવુ કોઈ સમસ્યાનુ સમાધાન નથી. કોઈ પણ બાબતને વ્યક્તિગત રૂપે લેવાને બદલે તેનુ સમાધાન કેવુ હોવુ જોઈએ તેના પર વિચાર કરવો જોઈએ. આ વ્યક્તિગત નહી પણ દેશનો વિષય છે." દેશમાં અસહિષ્ણુતાના મુદ્દાને લઈને ફિલ્મી હસ્તીયો દ્વારા સન્માન પરત કરવા અંગે બોલતા કરીનાએ કહ્યુ, "મે હજુ સુધી કોઈ સન્માન પરત કર્યુ નથી." 
 
જો કે તેમણે કહ્યુ કે રાષ્ટ્ર મામલે યુવઓની વિવિધ પ્રતિક્રિયાઓ તેમને પ્રેરિત કરે છે. કરીના યૂનિસેફ ઈંડિયાની સેલિબ્રિટી એડવોકેટ છે અને તે બાળાધિકાર સંમેલન સપ્તાહના સમાપન સમારંભમાં ભાગ લેવા રાયપુર આવી હતી. 
 
કરીનાએ કાર્યક્રમમાં રાજ્યના અંદરના ભાગમાં બાળકોની શિક્ષા અને તેમની સારા ભવિષ્ય માટે કરવામાં આવી રહેલ પ્રયાસોને લઈને રાજ્ય સરકાર અને યૂનિસેફના વખાણ કર્યા. તેમણે કહ્યુ, 'બાળકો દેશનુ ભવિષ્ય છે અને પુત્રીઓ ભારતનું ગૌરવ છે.  બાળકોને ગુણવત્તાપુર્ણ શિક્ષા આપવી એક પડકાર છે. આ ખુશીની વાત છે કે આ ક્ષેત્રમાં છત્તીસગઢમાં ખૂબ સારુ કામ કરવામાં આવી રહ્યુ છે. 
 
અભિનેત્રી કરીના કપૂરે પુત્રીઓનુ આહ્વાન કર્યુ કે તેઓ જીવનમાં સારી શિક્ષા પ્રાપ્ત કરી આગળ વધવાનો સંકલ્પ લે . તેમણે કહ્યુ કે વિદ્યાર્થીનીઓ માટે જુદા શૌચાલયની વ્યવસ્થા અને પીવાના સ્વચ્છ પાણીની વ્યવસ્થા હોવી જોઈએ. આ શિક્ષા માટે જરૂરી છે.  આ અગાઉ મુખ્યમંત્રી રમન સિંહે સમારંભમાં રાજ્યના 36 વિવિધ શાળાના 31 બાળકીઓનું સન્માન કર્યુ અને પાંચ શિક્ષિકાઓને છત્તીસગઢ રત્ન અલંકરણથી સન્માનિત કરવામાં આવ્યા. 

Share this Story:

Follow Webdunia gujarati