Rekha Birthday- રેખા હંમેશા માંગમાં અમિતાભ બચ્ચન નહીં પરંતુ સંજય દત્તના નામનું સિંદૂર પૂરે છે !!

ગુરુવાર, 10 ઑક્ટોબર 2019 (10:03 IST)
એવરગ્રીન રેખા પોતાની લાઈફને કારણે હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. થોડાક સમય પહેલા રેખાની બાયોગ્રાફી રેખા: ધ અનટોલ્ડ સ્ટોરીમાં એની જીંદગીથી જોડાયેલા તમામ રહસ્યો પરથી પદડો ઊઠી ગયો છે. આ પુસ્તક યાસીર ઉસ્માને લખ્યું છે. રેખા હંમેશા સિંદૂર સાથે જોવા મળે છે. જોકે, તે કોના નામનું સિંદૂર પૂરે છે, તે આજે પણ રહસ્ય છે.  એ જ પુસ્તકમાં એક મોટો ખુલાસો થયો છે જેની પર વિશ્વાસ કરવો થોડો મુશ્કેલ છે. પરંતુ આ વાત સત્ય છે. આ પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે રેખા બોલિવૂડ દિગ્ગજ અમિતાભ બચ્ચન નહીં પરંતુ સંજય દત્તના નામનું સિંદૂર પૂરે છે,
 
પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે અમિતાભ તથા રેખા વચ્ચે અંતર આવી ગયું હતું અને રેખાની લગ્ન વિનોદ મહેરા સાથે તૂટી ગયા હતાં, ત્યારે તે ઘણી જ એકલી પડી ગઈ હતી. આ સમયે રેખા ફિલ્મ 'જમીન આસમાન'ના શૂટિંગમાં વ્યસ્ત હતી. આ ફિલ્મમાં તેની સાથે સંજય દત્ત હતો. શૂટિંગ સમયે રેખા તથા સંજય દત્ત એકબીજાની નિકટ આવી ગયા હતાં અને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતાં. ફિલ્મનું શૂટિંગ ખતમ થતાં થતાં બંને એ લગ્ન કરી લીધા હતા બંને ઘણા સપ્તાહ સુધી ઘરથી લાપતા થઇ ગયા હચા અને બંને એ પોતાના ઘરમાં કોઇને કંઇ પણ કહ્યું નહતુ. જેવી રેખા અને સંજય દત્તના લગ્નની વાત સુનીલ દત્તને ખબર પડી તો એ નાખુશ થઇ ગયા હતા. એમણે સંજય દત્તને શોધ્યો અને એના લગ્ન રિચા શર્મા સાથે કરાવી દીધા.

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ પ્રિયંકા ચોપડા પોતાના પાલતૂ કૂતરા સાથે ન્યૂયોર્કના એક ઈવેંટમાં પહોંચી, સાચવવુ થયુ મુશ્કેલ