Superstar Rajinikanth Birthday Live: સુપરસ્ટાર રજનીકાંત આજે 12 ડિસેમ્બરે 75 વર્ષના થયા છે. રજનીકાંતની સફળતાની કહાની એવી છે જે કોઈપણને પ્રેરણા આપી શકે છે. રજનીકાંત એક સમયે બસ કંડક્ટર હતા. તેમની ટિકિટ કાપવાની શૈલી અને રીત એટલી અનોખી હતી કે લોકો તેમની બસમાં ચઢવા માટે લાઇનમાં ઉભા રહેતા. પછી એવો દિવસ આવ્યો જ્યારે તેમની ફિલ્મો માટે સિનેમાઘરોમાં પણ આવી જ લાઇનો લાગવા લાગી. રજનીકાંતનું સાચું નામ શિવાજી રાવ ગાયકવાડ છે. તેમનો જન્મ 12 ડિસેમ્બર, 1950 ના રોજ બેંગલુરુમાં એક નમ્ર મરાઠી પરિવારમાં થયો હતો. તેમના પરિવારની નબળી આર્થિક સ્થિતિને કારણે, તેમને નાનપણથી જ કામ કરવું પડતું હતું. રજનીકાંત કુલી, સુથાર અને બસ કંડક્ટર તરીકે કામ કરતા હતા.
Happy 75th Birthday Rajinikanth Live: જેલર 2 ના સેટ પર ઉજવવામાં આવ્યો રજનીકાંતનો જન્મદિવસ
સન પિક્ચર્સે તેના સત્તાવાર X એકાઉન્ટ પર થલાઈવા રજનીકાંતનો જન્મદિવસ ઉજવતો એક વીડિયો શેર કર્યો. રજનીકાંત 12 ડિસેમ્બરે 75 વર્ષના થયા. વીડિયોમાં, તેઓ કેક કાપતા જોઈ શકાય છે.
Rajinikanth 75th birthday celebration live updates: કમલ હાસને રજનીકાંતને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવતા કહ્યું, "અસાધારણ જીવનના 75 વર્ષ."
કમલ હાસને રજનીકાંતને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવતા ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, "અસાધારણ જીવનના 75 વર્ષ. સિનેમાના 50 વર્ષ. જન્મદિવસની શુભકામનાઓ, મારા મિત્ર."
Rajinikanth 75th birthday celebration live updates: પીએમ મોદીએ આપી થલાઈવાને શુભેચ્છા, લખ્યુ - આ વર્ષ તેમને માટે વિશેષ છે
પીએમ નરેન્દ્ર મોદીએ રજનીકાંતને તેમના જન્મદિવસ પર અભિનંદન આપતા ટ્વિટર પર લખ્યું, "શ્રી રજનીકાંત જીને તેમના 75મા જન્મદિવસ પર હાર્દિક શુભકામનાઓ. તેમના અભિનયથી પેઢીઓ મોહિત થઈ છે અને તેમને લોકો તરફથી અપાર પ્રેમ મળ્યો છે. તેમનું કાર્ય વિવિધ ભૂમિકાઓ અને શૈલીઓમાં ફેલાયેલું છે, અને તેમણે સતત નવા માપદંડો સ્થાપિત કર્યા છે. આ વર્ષ તેમના માટે ખાસ છે કારણ કે તેઓ ફિલ્મ ઉદ્યોગમાં 50 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. અમે તેમના લાંબા અને સ્વસ્થ જીવનની શુભેચ્છા પાઠવીએ છીએ."