Select Your Language

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા ચોપડા વિક્ટોરિયાના સિક્રેટમાં જોડાઈ છે

priyanka
, મંગળવાર, 18 જુલાઈ 2023 (08:09 IST)
બોલીવુડની સુંદર અભિનેત્રી પ્રિયુંકા ચોપડા એક સામાન્ય યુવતીથી મોસ્ટ ફેવરેટ સેલિબ્રિટી બનવાની સ્ટોરી છે. આજના દિવસે જ 18 જુલાઈ 1982ના રોજ જમશેદપુરમા એક આર્મી પરિવારમાં જન્મેલી પ્રિયંકા ચોપડા વર્તમાનમાં ભારતની સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક છે. એકટ્રેસ પ્રિયંકા ચોપડાનો નામ તે એક્ટ્રેસમાં શામેલ છે જે બૉલીવુડથી લઈને હૉલીવુડ સુધી ફેમસ છે. પ્રિયંકા ચોપફા સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે. ઈંસ્ટાગ્રામ પર 65.7 મિલિયન ફોલોઅર્સ
પ્રિયંકા ચોપડા તે 2 ભારતીયોમાંથી છે જેણે Hopper Instagram Richlist માં જગ્યા બનાવી છે. તેણે લિસ્ટમાં27મી પોજીશન મળી છે તેમજ વિરાત કોહલી 19મા સ્થાને છે. આ લિસ્ટ દર વર્ષે નિકળે છે. પ્રિયંકા ચોપડા ઈંસ્ટાગ્રામ પર એક્ટિવ છે અને તે આ પર પ્રમોશન પોસ્ટસ પણ કરે છે. તેણે આ પોસ્ટ કરવા માટે ખૂબ પૈસા મળે છે.
 
11 વર્ષ પહેલા ઝારખંડની એક 17 વર્ષની છોકરીએ લંડનમાં આયોજીત 50મો મિસ વર્લ્ડ એવોર્ડ જીતીને દેશનુ ગૌરવ વધાર્યુ હતુ. ત્યારથી તે સફળતાની શિખર પર ચઢતી ગઈ છે. જી હા, અમે વાત કરીએ છીએ આજના દરેક યુવાનના દિલ પર રાજ કરનારી અભિનેત્રી પ્રિયંકા ચોપડાની જે આજે તેનો 39મો જન્મદિવસ ઉજવી રહી છે. તેણે ભારતને મિસ વર્લ્ડ એવોર્ડ અપાવ્યો એ વાત તો આજે કદાચ જૂની થઈ ગઈ પરંતુ આ સુંદર અભિનેત્રી પોતાના શ્રેષ્ઠ અભિનય દ્વારા આજે પણ બોલીવુડમાં રાજ કરી રહી છે.
પ્રિયંકા ચોપડા વિક્ટોરિયાના સિક્રેટમાં જોડાય છે
યાદ અપાવે કે વિક્ટોરિયા સિક્રેટ મહિલા એથ્લેટ, કાર્યકરો અને ઉદ્યોગ સાહસિક વગેરેને સુપર મોડેલલ્સથી અંતર રાખીને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે તકો આપી રહી છે. દરમિયાન, વિક્ટોરિયાના સિક્રેટના સોશ્યલ મીડિયા પરથી કેટલાક નવા સભ્યોના નામ બહાર આવ્યા હતા. આ સૂચિમાં અભિનેત્રી પ્રિયંકા ચોપરાનું નામ પણ શામેલ હતું.
સન્ની દેઓલ સાથેની ફિલ્મ 'ધ હીરો' દ્વારા તેણે પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તે બોલીવુડની અનેક ફિલ્મોમાં પોતાના અદ્દભૂત અભિનય દ્વારા ટોચના સ્થાન પર પહોંચી. તેની શ્રેષ્ઠ ફિલ્મોમાં 
- મુઝસે શાદી કરોગી, ઐતરાજ, વક્ત, બરસાત. બ્લફમાસ્ટર, ડોન, ફેશન, દોસ્તાના, કમીને અને અંજાના અંજાની, નો સમાવેશ થાય છે. આ વર્ષે રજૂ થયેલ તેની ફિલ્મ 'સાત ખૂન માફ'માં પણ તેના અભિનયની 
 
ઘણી પ્રશંસા થઈ હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Bhumi Pednekar Birthday: દરેક પાત્ર દ્વારા ભૂમિએ જીત્યુ દિલ, જાણો શુ છે YRF સાથે વિશેષ સંબંધ